________________
મંત્ર મહાનતાનો
86
આગવો અભિગમ
અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના ઑટોમોબાઇલ શો-રૂમના સેલ્સમૅન એડ્રંક સેન્ડ્ઝ મોટરકારના વેચાણની નવી જવાબદારી સ્વીકારી, ત્યારે કંપનીનું મોટરકારનું વેચાણ સાવ ઘટી ગયું હતું અને એના સેલ્સમેનોમાં ભારે અસંતોષ પ્રવર્તતો હતો. એમાં નવી વ્યક્તિની પધરામણી સહુને નવા પ્રશ્નો સર્જનારી લાગી.
એડૉલ્ફ સેન્ડ્ઝ ધૂંધવાયેલા સેલ્સમૅનોની મિટિંગ બોલાવી અને તદ્દન ભિન્ન અભિગમ દાખવ્યો. એૉલ્ડ સેન્ડ્ઝ પોતે શું કરવા માગે છે અને કર્મચારીઓએ શું કરવાનું છે, એવું આદેશાત્મક કશું કહેવાને બદલે એણે શું કરવું જોઈએ એ વિશે સેલ્સમૅનોની અપેક્ષા પૂછી.
આથી ઉશ્કેરાયેલા સેલ્સમેનો શાંત પડ્યા અને પછી એડોલ્ફ સેન્ઝે પોતે શું કરવું જોઈએ એ વિશે પોતાના વિચારો અને મુદ્દાઓ રજૂ કર્યા.
એડૉલ્ફ સેન્ડ્ઝ બ્લૅકબૉર્ડ પર આ બધું લખતા ગયા અને પછી કહ્યું, “તમે મારી પાસેથી જે અપેક્ષા રાખો છો, તેને હું સંતુષ્ટ કરીશ. હવે તમે મને એ કહો કે મારે તમારી પાસેથી કંપની માટે કેવી અપેક્ષા રાખવી?"
પછી તો સેલ્સમેનોએ કહ્યું, “અમારે કંપની પ્રત્યે વફાદાર, પ્રમાણિક અને સમર્પિત બનવું જોઈએ. નવો અભિગમ દાખવીને સંધમાવનાથી કાર્ય કરવું જોઈએ."
આમ નવા ઉત્સાહ અને પ્રેરણા સાથે મિટિંગ પૂરી થઈ. આ બધા ગુણોને સાકાર કરવા માટે કેટલાક સેલ્સમેનોએ તો દિવસના ચૌદ કલ્લાક કામ કરવાની સામે ચાવીને ખાતરી આપી અને પરિણામે મોટરોના વેચાણમાં ખૂબ વધારો થયો.
પોતાની આ કાર્યપદ્ધતિ વિશે એવૅલ્પ સેહ્તે કહ્યું કે મારા સાથીઓએ મારી સાથે કરેલા વચનને હું જીવીશ ત્યાં સુધી બરાબર પાળીશ અને તેઓ પણ એમના નિશ્ચયોને વળગી રહેવા માટે કટિબદ્ધ છે, પહેલાં એમની ઇચ્છા પૂછીને મેં હકીકતમાં તો એમનામાં રહેલી કાર્યશક્તિને જાગ્રત કરી છે.