Book Title: Manibhadrakavyam Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 8
________________ અન્ય કાવ્યગત કલ્પનાઓની છાયા આવી ગઈ હશે તો ?” તો ડરવાની જરૂર નથી.” ઉત્તરમાં મેં લખ્યું હતું, “આટલી બધી સાવધાની અને પ્રામાણિકતા રાખ્યા પછી શું કામ ડરવાનું ? શબ્દો શબ્દકોષમાં છે. અને એક અદેશ્ય કોષ કલ્પનાઓનો છે... ત્યાં કોઈ પહેલાં પહોંચે, તો કોઈ પછી. એમાં ચૌર્ય ક્યાં આવ્યું ? આમ પણ કહેવાતું આવ્યું છે કે-Ideas are never new.” વર્ષો પહેલાં ખંભાતમાં પંડિતજી ભાલચંદ્રભાઈ દવે સાથે આ વિશે વાત થયેલી. તેમનો પણ આવો જ મત હતો. કોઈ એક પ્રાચીન કાવ્યપંક્તિ (નિઝરમર્શનમોક્રતરે નાતે યસ્માત્ II) સંભળાવીને તેમણે કહેલું, “આવો જ ઉલ્લેખ બર્નાર્ડ શોનાં એક નાટકમાં પણ આવે છે...” ત્યારે મને પણ યાદ આવી ગયેલી એક પંક્તિ, મેં કહેલું, “પંડિતજી ! આવો જ ઉલ્લેખ અમારા ગ્રંથમાં પણ મળે છે : સુટ્ટ વિ ટૂરીનોય, ૩ છ ||" આવા સરખેસરખા ઉલ્લેખો અન્યત્ર પણ મળે છે, ઘણે ઠેકાણે. પુજયપાદ પરમગુરુદેવ આચાર્યભગવંત શ્રીવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પ્રવચનો સાંભળીને વૈરાગ્ય પામેલાં અસંખ્ય નરનારીઓમાં સંખ્યાબંધ જૈનેતર પણ છે. એમાંના એક છે મુનિશ્રીના પિતા સુરેશભાઈ....! પુનાનિવાસી સુરેશભાઈએ ૨૩ વર્ષ પૂર્વે પોતાનાં બે બાળકો સાથે દીક્ષા લઈ પૂજયપાદ ગુરુદેવના ચરણે જીવનસમર્પણ કરેલું. પિતા મુનિશ્રી સંવેગરતિવિજયજી વિહારયોગ્ય શરીરબળને અભાવે સ્થિરવાસમાં છે. અને યુવાન બનેલા બંને બાલમુનિઓ ગુરુ જ્ઞાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરી રહ્યા છે, તથા સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. બંને પ્રખર પ્રવચનકાર છે. ફરક એટલો જ કે મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી તર્કશાસ્ત્રમાં પારંગત થયા છે અને મુનિશ્રી પ્રશમરતિવિજયજી કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ બન્યા છે ! મુનિશ્રી પ્રશમરતિવિજયજીનું વ્યક્તિત્વ બહુઆયામી છે...સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન, નિબંધલેખન, તાત્ત્વિકાન્થોનું સંપાદન, પ્રવચન, હૃદયંગમ શૈલીમાં તીર્થયાત્રીવર્ણનખરેખર, તીર્થયાત્રીવર્ણનમાં એમનું સર્જકત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે ! મુનિશ્રીની બે વિશેષતાઓ મને ખૂબ ગમે છે. એક, તેઓ સુંદર સ્વપ્નો જોઈ શકે છે.... અને બે સુંદર સ્વપ્નોને તેઓ સાકાર કરી શકે છે.... આ શા છે–તેમની આ બંને વિશેષતાઓ આપણને ઉમ્રભર હર્ષવિભોર બનાવતી રહેશે, હમણાંની જેમ. મોક્ષરતિવિજય વિ. સં. ૨૦૬૩ પ્ર.જે.વ.૮, વી.વી. પુરમુ, બેંગલોરPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 209