Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 7
________________ + + + સર્ગ ૫ પદ્ય ૪૩-શ્રેષ્ઠીને આપેલી ગ્રાન્તસિંહની ઉપમા આખા કાવ્યની સૌથી જાનદાર ઉપમા છે ! + સર્ગ ૭ શ્રેષ્ઠીની યાત્રા અને યાત્રારત શ્રેષ્ઠીનું વર્ણન અતિસુંદર, | સર્ગ ૮ શ્રેષ્ઠીની અંતિમ નિર્ધામણા અને પૂજયપાદ હેમવિમલાચાર્યની મંત્રસાધના રોમહર્ષક. | સર્ગ ૮ અને સર્ગ ૯ પ્રત્યક્ષ થતાં અને પ્રત્યક્ષ થયેલા યક્ષાધિરાજનું વર્ણન અતિશય રોમાંચક. + સર્ગ ૮ પદ્ય ૨૨-મુનિશ્રીએ અહીં, શ>jજય સુધી ન પહોંચી શકાયાની શ્રેષ્ઠીની હૃદયવ્યથા હૃદયવેધી રીતે ધ્વનિત કરી છે. આખા કાવ્યમાં ધ્વનિકાવ્ય' તરીકે બિરદાવી શકાય એવાં પદ્યોમાંનું શ્રેષ્ઠ પદ્ય કદાચ આ છે. સર્ગ ૮ શ્રેષ્ઠીનું મૃત્યુ મુનિશ્રીએ નવતર શૈલીમાં વર્ણવ્યું છે. મૃત્યુનું શબ્દશઃ વર્ણન ન કરાય એવી કવિપરિપાટીનું એમણે હૃદયસ્પર્શી રીતે પાલન કર્યું છે. + છેલ્લે છેલ્લે પૂજ્યપાદ શ્રીહેમવિમલાચાર્યજીએ યક્ષાધિરાજને આપેલા આશીર્વાદ તો અત્યંત આનંદપ્રદ છે. સમ્યગુદૃષ્ટિ માણિભદ્રજીને ખુદને મોક્ષમાર્ગ સિવાય કશાયમાં રસ નથી, મોક્ષમાર્ગના આરાધકોના તેઓ પરમભક્ત છે, મોક્ષસાધનામાં રમમાણ શ્રમણો અને શ્રાવકોની સેવા કરવાની તેઓની તીવ્ર તત્પરતા છે, વાસ્તે, મોક્ષસાધનામાં સહાય સિવાય બીજું કશું તેમની પાસે મંગાય નહીં–આવી બધી સ્પષ્ટતાઓ આ અંતિમ પદ્યમાં મુનિશ્રીએ સરસ રીતે ધ્વનિત કરી છે. આ બધાં જ વર્ણન આ મહાકાવ્યને પ્રાચીન મહાકાવ્યોની શ્રેણીમાં બિરાજમાન કરવા સક્ષમ છે... મુનિશ્રીએ પત્રમાં લખ્યું છે : પ્રસ્તાવનામાં ખાસ લખજો કે શું ગમ્યું અને શું ન ગમ્યું? સામાન્ય રીતે આપણે ત્યાં વણલખ્યો નિયમ છે કે—અણગમતું પર્સનલ પત્રમાં લખવાનું હોય અને મનગમતું પ્રસ્તાવનામાં...! આ બંને નિયમોનું પાલન કર્યું હોવા છતાં હવે મુનિરાજશ્રીનો સ્નેહ ભર્યો આગ્રહ મને આ નિયમને તોડવા મજબૂર કરે છે..... એક મુનિશ્રીનાં પાંડિત્યની પ્રબલ પ્રતીતિ કરાવતો યમકાલંકાર (સર્ગ ૬) કથાપ્રવાહને ખોરંભે ચડાવી દે છે. મારા નમ્ર મતે યમકાલંકાર નિસર્ગવર્ણનમાં કે વનપ્રવાસ-જલક્રીડા આદિવર્ણનમાં લેવો જોઈએ, જેથી કથારસ સ્મલિત ન થાય. બે, કેટલાંક કલ્પન અને વર્ણનનો ચમત્કાર અનુવાદમાં છે, મૂળમાં નથી. ઉદાહરણ તરીકે સળંક | પદ્યાંક ૧૧૮, ૧૨૩, ૧૨૯, ૨૧૮, ૩/૧૧...પ્રસાદગુણનો અભાવ કદાચ કારણરૂપ ગણી શકાય. પ્રસાદગુણનો અભાવ ભાવકની પ્રસન્નતાને ખંડિત કરી નાખે છે, આવું ઘણે ઠેકાણે અનુભવાય છે. હવે એક બીજી વાત. મુનિશ્રીએ પત્રમાં લખ્યું છે, “ચૌર્યદોષ ન સેવાઈ જાય એ માટે પૂરી સાવધાની રાખી છે. આ જ કારણે છેલ્લાં બે વર્ષથી એકેય કાવ્ય જોયું નથી. આમ છતાં ડર લાગે છે કે—કોઈ કોઈ કલ્પનામાં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 209