Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 5
________________ રોજ બોલાતી સંભળાતી માતૃભાષામાં પણ કવિતા રચવી જયાં સરળ નથી, ત્યાં સંસ્કૃતભાષામાં રસમય કૃતિ રચવી–એ કેટલું કઠિન કાર્ય છે, એ સામાન્ય માણસ તો કલ્પી પણ ન શકે. શું શું જોઈએ કાવ્યસર્જન માટે ? સૌથી પ્રથમ જોઈએ પ્રતિભા. આ એક ભાગ્યદત્ત વરદાન છે. આ જન્મજાત પ્રતિભાને જયારે વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોષ, મહાકાવ્યો અને અનેકવિધ જ્ઞાન શાખાના ગ્રન્થોના અધ્યયન દ્વારા સંસ્કારિત કરવામાં આવે....ઉપરાંત વસુંધરાના વિશાલ પટ પર દેશવિદેશ પરિભ્રમણ અને બહુશ્રતો સાથે સંગોષ્ઠી દ્વારા જન્મજાત પ્રતિભાને જયારે વિકસાવવામાં આવે ત્યારે અવિસ્મરણીય કાવ્યકૃતિનું સર્જન થતું હોય છે. પણ કાવ્ય એટલે ખરેખર શું? થોડોક તત્ત્વવિચાર કરી લઈએ. પુરાતન સાહિત્યક્ષેત્રમાં વર્ષોથી નાટ્યની બોલબાલા હતી. કાવ્યશાસ્ત્ર વિશે થોડુંક લખાયેલું. એ પછી કેટલાક વિદ્વાનોએ આ કાવ્ય શાસ્ત્રીય વિવેચનને આગળ વધારેલું. આ તમામ વિવેચનમાં સર્વોપરિ મહત્ત્વ અલંકારોનું હતું. અલંકારોને કાવ્યનો પ્રાણ ગણીને ચાલતા આ વિદ્વાનોમાં ભામહ, ઉભટ, રુદ્રટ, દંડી અને વામન–આ પાંચ આચાર્યો મુખ્ય હતા. આ સૌએ કાવ્યલક્ષણને સ્થિર સ્વરૂપ આપવા માટે કરેલા પ્રલંબ ચિંતન પછી એક યુગપ્રવર્તક રચના થઈ—નામે ધ્વન્યાલોક'! ધ્વન્યાલોકની મૂલકારિકાઓના રચયિતા અજ્ઞાત છે. એના ઉપર રચાયેલી વૃત્તિ મહત્ત્વપૂર્ણ છે. વૃત્તિકાર છે–આનંદવર્ધન ! કાવ્યલક્ષણને સમુચિત, સુઘટિત અને સ્થિર સ્વરૂપ આપવાનો યશ આ મહાનું આચાર્યને મળ્યો છે !' ધ્વનિ'ને કાવ્યનો આત્મા ગણાવીને એમણે ધ્વનિસિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. આ સિદ્ધાંતે એ સમયના સાહિત્યવિશ્વમાં એટલી બધી હલચલ મચાવી દીધી હતી કે તત્કાલીન તમામ કાવ્યશાસ્ત્રીય વિચારો આ સિદ્ધાંતની આસપાસ ઘૂમવા લાગ્યા. આ સિદ્ધાંતનો કેટલાક વિવેચકોએ વિરોધ કર્યો, તો કેટલાકે સમર્થન કર્યું. આના સમર્થનકારોમાંના એક સમર્થ વિદ્વાનું નામ અભિનવગુપ્ત તમામ વિરોધોનો સફલ પ્રતિકાર પોતાની લોચન' ધ્વન્યાલોકની વૃત્તિમાં કર્યો છે. એમના જ આ વિચારોને આધારે પ્રાય: ૧૦મી સદીમાં મમ્મટ નામના આચાર્ય કાશ્મકાશ નામનો ગ્રન્થ રચ્યો. વિચારો અને સિદ્ધાંતો “ધ્વન્યાલોક' અને “લોચન ના જ, પણ એનું સંકલન આ કાવ્યપ્રકાશમાં એટલું સુદઢ અને સુસંબદ્ધ છે કે–આ પછી રચાયેલાં લગભગ તમામ કાવ્યશાસ્ત્રો પર એનો પ્રબળ પ્રભાવ વર્તાય છે. મમ્મટ પછીના નિકટના સમયમાં થયેલા કલિકાલસર્વજ્ઞ પૂજયપાદ આચાર્યભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ “કાવ્યાનુશા સનમાં કાશ્મકાશના સિદ્ધાંતોનું જ સુગ્રથિતરૂપ જોવા મળે છે, કાવ્યતત્ત્વના જિજ્ઞાસુઓ માટે આ ત્રણે ગ્રન્થો પ્રકાશસ્તંભ જેવા છે. કાવ્યપ્રકાશકારના મતે કાવ્યસ્વરૂપ આ પ્રમાણે છે : દોષરહિત, ગુણસંપન્ન અને

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 209