Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 3
________________ પ્રાશકીય જૈન શાસનની ધુરા વહન કરી રહેલી શ્રમણસંસ્થામાં ગ્રંથસર્જનની એક સુદીર્ઘ પરંપરા ચાલી આવે છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ આ ચાર શ્રેણિમાં ગ્રંથરચના વિભાજન પામે છે. શ્રીમાળમદ્રમહીં વ્યસ્ ધર્મકથાનુયોગ શ્રેણિની ગ્રંથ રચના છે. છંદનાં બંધારણમાં ચુસ્ત રહીને સંસ્કૃતભાષામાં નવીન રચના કરવી એ અત્યંત કઠિન કાર્ય છે. પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબે આ ગ્રંથ રચના કરવા દ્વારા અત્યંત દુર્લભ કક્ષાનું ગૌરવ હાંસિલ કર્યું છે. વર્તમાન શ્રી સંઘમાં ગુજરાતી પુસ્તકો પુષ્કળ લખાય છે પરંતુ સંસ્કૃત ભાષામાં સર્જન હજી અલ્પમાત્રામાં જોવા મળે છે. પૂ. મુનિરાજશ્રી સંસ્કૃત ભાષામાં આ જ રીતે હજીપણ નવું સર્જન કરતા રહેશે એવો અમને વિશ્વાસ છે. વર્તમાન સૈકાના સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખાશે તેમાં આ ગ્રંથની અત્યંત આદરપૂર્વક અગ્ર ક્રમાંકે નોંધ લેવાશે તે નિશ્ચિત છે. પરમ શ્રદ્ધય ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય હે મભૂષણ મહારાજાની પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી હસમુખલાલ ચુનીલાલ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ તથા શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘ, ખંભાત દ્વારા જ્ઞાનદ્રવ્યનો સદ્વ્યય કરવામાં આવ્યો છે. અમે તેમની ભૂરી-ભૂરી અનુમોદના કરીએ છીએ. - પ્રવચન પ્રકાશન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 209