Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ નિવેદન : સાત (૩) પં. શ્રી દલસુખભાઈ માલવણિયા-અમદાવાદ, સંપાદક : દર્શન અને ધર્મ. (૪) ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા-વડોદરા; સંપાદક : ઈતિહાસ અને પુરાતત્વ. 4) ડૉઉમાકાન્ત પ્રેત શાહ - વડોદરા; સંપાદક : શિલ્પ-સ્થાપત્ય અને કળા. (૬) શ્રી જયભિખુ- અમદાવાદ, સંપાદક : પ્રકીર્ણ (સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક, કથા વાર્તા, ચરિત્ર, નિબંધ વગેરે) (૭) ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ- મુંબઈ (૮) શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ- અમદાવાદ. (૯) શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા-મુંબઈ મંત્રી સંપાદક-મંડળ. સંપાદક-મંડળની રચનાનું કામ પૂરું થયા બાદ ગ્રંથમાં આપવાનાં લેખો તથા ચિત્રોની પસંદગી તેમ જ વિદ્વાનોની નામાવલિ તૈયાર કરવા માટે સંપાદક-મંડળની પહેલી સભા અમદાવાદમાં તા. ૨૦-૯-૧૯૬૪ના રોજ મળી, જેમાં બધાય વિદ્વાનો હાજર રહ્યા હતા. ત્યાં જ લંબાણથી વિગતવાર વિચારવિનિમયને અંતે ગ્રંથની આખી યોજનાની રૂપરેખા દોરવામાં આવી. આ પછી દેશના જુદા જુદા પ્રદેશોના તેમ જ વિદેશના અમુક વિદ્વાનોને પણ આમંત્રણ મોકલીને લેખો મોકલવાની વિનતિ કરવામાં આવી. અમને કહેતાં ખૂબ હર્ષ થાય છે કે, આનો જવાબ પણ વિદ્યાલય જેવી નામાંકિત સંસ્થા તથા વગદાર સંપાદક-મંડળને શોભે એવો સારો મળ્યો છે. સાથે સાથે ગ્રંથસ્થ પ્રાચીન ચિત્રસામગ્રી માટે અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની તથા પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજીના પોતાના સંગ્રહની તેમ જ એમના હસ્તકના અન્ય ભંડારોની જોઈએ તે સામગ્રી આ ગ્રંથ માટે સુલભ બની ગઈ. જામનગરના અંચલગચ્છના ભંડારનો પણ અમને સહકાર મળ્યો છે. આ રીતે સુવર્ણ મહોત્સવ ગ્રંથ માટે લેખો તથા ચિત્રોની સામગ્રી જેમ જેમ એકત્ર થતી ગઈ તેમ તેમ તે, તે તે વિભાગના સંપાદક વિદ્વાનોને અમે મોકલતા ગયા. હવે ગ્રંથનું મુદ્રણકામ શરૂ કરવાનું હતું, પણ તે પહેલાં સંપાદક-મંડળ એ બધી સામગ્રીનું સંકલન કરી આપે એ જરૂરી હતું. એટલે આ માટે સંપાદક-મંડળની બીજી સભા તા. ૨૭-૬-૧૯૬૫ના રોજ વડોદરામાં વિદ્યાલયના મકાનમાં બોલાવવામાં આવી અને આ અંગેના જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા તેમ જ મુદ્રણકાર્ય શરૂ કરવાનું પણ નકકી કરવામાં આવ્યું. આ બધી વિચારણા અને કાર્યવાહીને અંતે સુવર્ણ મહોત્સવ ગ્રંથનો પહેલો ભાગ તૈયાર થયો તે પ્રષ્ટ કરતાં અમે ખૂબ જ આહલાદની અને કૃતકૃત્યતાની લાગણી અનુભવીએ છીએ. આ ગ્રંથના આકારપ્રકાર અંગે કે એમાંની વાચનસામગ્રી તેમ જ કળાસામગ્રી અંગે, અમે કંઈ કહીએ એના કરતાં ગ્રંથ પોતે જ કહે એ ઉચિત છે. અમે તો આ પ્રસંગે માત્ર એટલું જ ઈચ્છીએ છીએ કે વિદ્યાલયે એના ‘રજતમહોત્સવ ગ્રંથ' તેમ જ “આચાર્ય શ્રી વિજયેવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ” દ્વારા સ્વચ્છ, સુઘડ મુદ્રણકાર્યની તથા તંદુરસ્ત, અભ્યાસપૂર્ણ અને વિચારપ્રેરક મૌલિક વાચનસામગ્રી આપવાની જે પ્રણાલિકા પાડી છે તેનું આ ગ્રંથમાં પણ પૂરેપૂરું જતન થયું હોય. આ ગ્રંથ આ રીતે તૈયાર થઈ શક્યો એનો સર્વ યશ ગ્રંથના વિદ્વાન સંપાદક-મંડળને ઘટે છે. વિદ્યાલય પ્રત્યે સ્વજનો જેવી આત્મીયતાની લાગણી ધરાવતા આ વિદ્વાન મહાનુભાવોના અમે એટલા બધા ઓશિંગણ બન્યા છીએ કે એમના શબ્દોથી આભાર માનવાનું અમારું ગજું નથી; અમે તો એટલું જ માગીએ છીએ કે તેઓની વિદ્યાલય પ્રત્યેની આવી ભલી લાગણી કાયમ રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 950