Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1 Author(s): Mahavir Jain Vidyalaya Mumbai Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 8
________________ સન્યન-જ્ઞાન-શ્વારિત્રાળ મોક્ષમાળા સોનેરી અવસર (પ્રકાશકનું નિવેદન) નવયુગપ્રવર્તક આચાર્યપ્રવર પરમપૂજય શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજની પ્રેરણા અને શ્રીસંઘના - પુરુષાર્થથી, સને ૧૯૧૫માં, મુંબઈમાં, મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ હતી. ઉચ્ચ શિક્ષણમાં આગળ વધવા ઇચ્છતાં આપણાં જરૂરિયાતવાળાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને આર્થિક તેમ જ બીજી સવલતો આપવાનો વિદ્યાલયનો મુખ્ય હેતુ છે. સાથે સાથે જૈન સાહિત્યના પ્રકાશનનું પણ એનું એક ધ્યેય રહ્યું છે. આપણી ઊછરતી પેઢી, ઉચ્ચ શિક્ષણના વિકાસમાં, ઇતર સમાજેથી પાછળ ન રહી જાય એ માટે ત્યારે પ્રયત્ન કરવાની ખાસ જરૂરી હતી. વિદ્યાલયની સ્થાપનાથી એ જરૂરિયાત, અમુક અંશે છતાં નોંધપાત્ર પ્રમાણમાં, પૂરી થઈ શકી છે. ૧૯૪૬થી વિદ્યાલયની શાખાઓની સ્થાપનાની શુભ શરૂઆત થઈ અને શ્રીસંઘના સક્રિય સહકારથી અમદાવાદ, પૂના, વડોદરા અને વલ્લભવિદ્યાનગરની શાખાઓ અસ્તિત્વમાં આવી, જેને લીધે વિદ્યાલયની ધ્યેયસિદ્ધિમાં વધારે વેગ આવ્યો એમ એની અત્યાર સુધીની કાર્યવાહીની વિગતો જોતાં કોઈને પણ લાગ્યા વગર નહિ રહે. પાંચ દાયકા કરતાં પણ વધુ લાંબા સમય દરમ્યાન, આપણું ઉમંગી અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન આપીને, ઉચ્ચ શિક્ષણના પ્રસાર દ્વારા જૈન સમાજને સમૃદ્ધ તથા ળી બનાવવા માટે વિદ્યાલયે જે કંઈ વિનમ્ર પ્રયાસ કર્યો છે તે સુવિદિત છે. અત્યાર સુધીમાં વિદ્યાલય વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, ઇજનેરી, દાક્તરી, ખેતીવાડી, કાયદાશાસ્ત્ર વગેરે વિષયોના ૧,૨૧૩ સ્નાતકો દેશ અને સમાજને ભેટ આપી શક્યું, પોતાની મર્યાદા કે પરિસ્થિતિને કારણે અધૂરા અભ્યાસે ટા થયેલા પંદરસો ઉપરાંત વિદ્યાર્થીઓને વિદ્યાલયના એમના અભ્યાસકાળના પ્રમાણમાં સહાય કરી શક્યું, તેમ જ ત્રણસો ઉપરાંત વિદ્યાર્થિનીઓને ઉચ્ચ શિક્ષણ માટે નોંધપાત્ર પૂરક સહાય આપી શકું તે આ પ્રયાસ અને સમાજના ઉદાર સહકારને આભારી છે. સાહિત્ય પ્રકાશનના ક્ષેત્રે પણ વિદ્યાલયે પોતાનો યથાશક્તિ ફાળો આપવાનો પ્રયત્ન કર્યો છે અને છેલ્લે છેલ્લે, આપણા બધાય પવિત્ર મૂળ આગમ ગ્રંથોને, અત્યારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 950