Book Title: Mahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ આમુખ જૈન ધર્મ એ જીવન જીવવાની આગવી શૈલી છે. વિશ્વભરમાં જૈન તત્ત્વજ્ઞાનનો પ્રસાર જૈનસમાજની જીવનપદ્ધતિ દ્વારા થયો છે. અન્ય ધર્મોની જેમ જૈન ધર્મનો પ્રચાર રાજાઓ કે સાધુઓ દ્વારા એટલો નથી થયો, જેટલો પરમ પૂજ્ય તીર્થકર ભગવાનનાં આદિ વચનોમાંથી પ્રજાએ ગ્રહણ કર્યો છે. આજના આ તીવ્ર ગતિશીલ માહિતીપ્રસારના યુગમાં પણ જો વિશ્વમાં જૈન ધર્મનો જ્ઞાનપ્રસાર કરવો હોય, તો તે ઉપદેશ પ્રમાણે જીવી બતાવવા જેવું પ્રેરક અને પ્રભાવક બીજું કંઈ નથી. આચાર અને વિચારની આ સંવાદિતા જૈન ધર્મનો પાયો છે. ડૉ. કુમારપાળ દેસાઈ મૂર્ધન્ય વિદ્વાન છે. જૈન ધર્મના સિદ્ધાંતો અને આચારને પ્રકાશમાં લાવવા માટે તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના શતાબ્દી ગ્રંથનું સંપાદન કરી રહ્યા છે એ જાણીને મને અત્યંત હર્ષ થયો. સંપાદનમાં સર્વજન ભોગ્ય સામગ્રીથી માંડીને તલગ્રાહી વિશ્લેષણ સમાવવામાં આવ્યું છે, તેમ છતાં પ્રત્યેક લેખમાંથી દરેકને કંઈક ને કંઈક ગ્રહણ કરવા જેવું અને આચરણમાં ઉતારવા જેવું મળી રહે છે. આવા ઉમદા સંચય માટે આપણે ડો. કુમારપાળ દેસાઈના હૃદયપૂર્વક આભારી છીએ. આ સંપાદનમાં સમાવિષ્ટ સર્વ લેખકંગણના પણ આપણે ખૂબ આભારી છીએ જેમણે સંમતિ આપી. મને ખાતરી છે કે જૈન ધર્મના દરેક અભ્યાસીને એમાંથી અનેક સંદર્ભો મળી રહેશે. જૈન તત્ત્વજ્ઞાન સાથે આજે એની પ્રસ્તુતતા તેમજ આજના યુગમાં એનો વિનિયોગ અને પ્રયોગ જેવા વિષયો અહીં સમાવિષ્ટ કરાયા છે. લેખોની પસંદગી એ રીતે થઈ છે જેથી પ્રસ્તુત વિષય યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાય. વધુ ને વધુ વાચન આપણા વિચારોને વધુ સુસ્પષ્ટ કરશે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો પ્રયાસ છે કે જેનોને પોતાના ધર્મસિદ્ધાંતોની સમુચિત જાણકારી મળે અને જૈનેતરોને જૈન ધર્મ વિશેની પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થાય. જગતભરમાં વર્તમાન સામાજિક- આર્થિક વિસંવાદના વાતાવરણમાં લોકોની જીવનપદ્ધતિ બદલાતી જાય છે. ગતિશીલ જીવન સાથે તાણમુક્ત લોકો અને સતત ચિંતાયુક્ત જીવનયાપનની સ્થિતિમાં જૈન ધર્મ શાંતિમય સહઅસ્તિત્વ, ચિંતામુક્ત જીવન અને સર્વાગ સમૃદ્ધિનો રાહ ચીંધે છે. અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોને જો સાચા અર્થમાં અપનાવવામાં આવે, તો સમગ્ર સમાજનું સર્વતોમુખી કલ્યાણ થાય, એ નિઃસંદેહ છે. વ્યવસાય અને પરિવારિક જટિલતાઓમાં સતત ડૂબેલા રહેવા છતાં મારી આસપાસ હું શાંતિ અને સ્વસ્થતા જાળવી શકું છું, કારણ કે હું નવ દાયકાથી જૈન ધર્મનો સંનિષ્ઠ અનુયાયી છું. મારી ઇચ્છા છે કે નવી પેઢી જૈન ધર્મના સિદ્ધાંતો શીખે અને અપનાવે, જેથી તેઓ માત્ર સફળ નહિ પણ બહેતર મનુષ્ય પણ બની શકે. આમ કહીને હું કંઈ ધર્મનો પ્રચાર કરવા નથી માગતો પણ આપણી પાસે જીવનની ગુણવત્તા સુધારવા માટે બહેતર પર્યાય છે એમ ભારપૂર્વક કહેવા માગું છું. પ્રસ્તુત પુસ્તક જૈન તત્ત્વજ્ઞાનનું વસ્તુનિષ્ઠ વિવરણ છે. દરેક લેખમાં પ્રગટ થયેલાં જીવનદર્શન અને વિચારો આપણને એ બાબતે વધુ જાણવા માટે ઉત્કંઠિત કરે છે. એટલું જ નહિ પણ એમાં પ્રગટ થયેલાં પ્રચુર જ્ઞાન અને પ્રેરણાને પોતાના વ્યક્તિગત જીવન સાથે સાંકળી લઈ વર્તમાન પરિસ્થિતિમાં કઈ રીતે યોગ્ય નિર્ણય લઈ લાભ સાધી શકાય તે શીખી શકાશે. તત્ત્વચિંતન ઉપરાંત વિવેચન, સંશોધન અને કેળવણીવિષયક લેખો અભ્યાસીઓને મૂલ્યવાન બની રહેશે. મને ખાતરી છે કે આપણામાંથી દરેક માટે અહીં શીખવા, સમજવા અને મનન-મંથન કરવા યોગ્ય વિચારસામગ્રી મળશે. આપને આ પ્રેરક, રસપ્રદ અને તલસ્પર્શી સામગ્રી ઉત્તમ વાચન આપશે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું આ પ્રકાશન તમને આનંદ આપશે એવી આશા રાખું છું. - કીર્તિલાલ કે. દોશી VII

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 360