Book Title: Mahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Author(s): Kumarpal Desai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 6
________________ માનદ્ મંત્રીશ્રીઓનો શુભસંદેશ પ.પૂ. આચાર્ય ભગવંત પંજાબકેસરી યુગદ્રષ્ટા શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદ સહ શરૂ થયેલી આ સંસ્થા એના શતાબ્દી વર્ષની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી રહી છે, ત્યારે અમે આ સંસ્થાના કાર્યસંચાલનના સહયોગી તરીકે અત્યંત ઉલ્લાસ અને ગૌરવ અનુભવીએ છીએ. પ.પૂ. આચાર્ય ભગવંત આત્મારામજી મહારાજસાહેબની આજ્ઞાના પાલનરૂપ પૂજ્ય ગુરુદેવે જોયું કે પશ્ચિમ ભારતનાં નાનાં ગામો અને શહેરોમાં તે સમયે યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત નહોતી. વળી ઉચ્ચ અભ્યાસની તીવ્ર ધગશ ધરાવતા ઉચ્ચ ગુણાંક ધરાવતા વિદ્યાર્થીઓ મુંબઈમાં અભ્યાસાર્થે આવતા હતા. આપણા સમાજના યુવાધન માટે ઉચ્ચ અભ્યાસની સગવડ ઊભી કરવાના ધ્યેય સાથે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. પૂ. ગુરુદેવના મનમાં ઉચ્ચ અભ્યાસ માત્ર બૌદ્ધિક વિકાસ માટે જ નહીં, પરંતુ વિદ્યાપિપાસના સર્વગ્રાહી વિકાસનું કારણ બનવું જોઈએ. એ સમાજ-દેશના સમગ્ર વિકાસનું પણ એક મહત્ત્વનું પરિબળ છે, તેથી સુસ્પર્ધા અને પરિવર્તનના આ યુગ સાથે તાલ મિલાવવા આપણા સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સગવડતા આપી તેના સર્વાગી વ્યક્તિત્વનો વિકાસ થવાનો આશય રાખ્યો. વિદ્યાર્થીઓમાં સરસ્વતી ઉપાસના સાથે નેતૃત્વના ગુણોનો વિકાસ એ જ ઉચ્ચ શિક્ષણના મહત્ત્વનાં અંગો ગણી, એ પ્રકારની સુવિધાઓ ઊભી કરવાની શરૂઆત કરી. ઈ. સ. ૧૯૧૫માં ભાડાના મકાનમાં ૧૫ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે શરૂ થયેલી આ સંસ્થામાં અત્યારે એની ૧૧ શાખાઓમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉચ્ચ શિક્ષણની સંપૂર્ણ સુવિધા પામે છે. શતાબ્દી ઉજવણીના શુભ પ્રસંગે અમારા હૃદયમાં માતૃસંસ્થા તરફથી જે લાગણી, પ્રેમ અને ભાવના ઉદ્ભવે છે, તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી. આ ગૌરવની પળે સંસ્થાના આદ્યસંસ્થાપકો અને ભૂતકાળના સમક્ષ કાર્યદક્ષ હોદ્દેદારોને પણ યાદ કરી તેઓએ સંસ્થાનો પાયો નાખી એની ભવ્ય ઇમારત રચવા માટે કરેલા અથાગ પ્રયત્ન અને ભાવનાને યાદ કરતાં અને બિરદાવતાં હર્ષ અનુભવીએ છીએ. અમે ત્રણે મંત્રીઓ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ છીએ. અમારા જીવનની સઘળી પ્રવૃત્તિ અને વિદ્યાલયની શૈક્ષણિક સિદ્ધિના પાયામાં અમારી આ માતૃસંસ્થા છે. આથી આ માતૃસંસ્થાની સેવા કરવાનો અમને જે મોકો મળ્યો છે, તે બદલ અમે સંસ્થાના અને સહુ કાર્યકરોના ઋણી છીએ. પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ સમજાવ્યું કે કેળવણી વગર ઉદ્ધાર નથી. કેળવણી વ્યક્તિને સામાન્ય માનવીમાંથી તેજસ્વિતાથી ચમકતો સિતારો બનાવી દે છે. શિક્ષણક્ષેત્રની ક્રાંતિ સમગ્ર સમાજને વિકાસની દિશામાં લઈ જાય છે. આ કારણે વિદ્યાલયને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજની અગ્રગણ્ય અને અપ્રતિમ સંસ્થાનું માન અને સન્માન મળ્યું છે. આજ સુધી સમાજે અમારી દરેક અપીલને વધાવી લીધી છે. આપણા સમાજની વર્તમાન M

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 360