Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 10
________________ તીર્થંકરચિરતની માતૃકાનું મૂળ આવશ્યક નિયુક્તિદિ ગ્રન્થામાં તીથંકરચરિત સબધી માતૃકાએ મળે છે તેને આધારે જોઈ શકાય છે કે તે તે કાળે તીથ' કરચિરતની કઈ કઈ બાબતે નુ મહત્ત્વ હતું. આ માતૃકાઓ જોતાં પહેલાં આચારાંગ અને કલ્પસૂત્રનાં તીથ''કરચરતાને આધારે જોઇએ કે કઈ કઈ માતૃકા તેમાંથી ફલિત થઈ શકે છે. આચારાંગ(તૃતીયસુલિકા)માં માત્ર ભગવાન મહાવીરચરિત્ર છે, જ્યારે કલ્પસૂત્રમાં ૨૪ તીર્થંકરનાં રિતે છે. તે બન્નેમાં ચરિત આપવાનું પ્રયોજન કે આચારના નિયમોની પરપરા કયાંથી શરૂ થઈ તે બતાવવુ તે એક જ છતાં આચારાંગમાં એક જ ભ. મહાવીરનું અને કલ્પમાં બધા જ તી કરાનુ ચરિત છે તે સૂચવે છે કે કલ્પસૂત્રમાં જિનચરિતની ભૂમિકા આચારાંગ પછીની છે. જૈન ધર્મ'માં કાળચક્રની ગાઠવણી અને તેમાં થનારા યથાક્રમે ૨૪ તીર્થંકરાનીયેાજના એ ક્રમિક વિકાસ સૂચવે છે. માત્ર ભ. મહાવીર જ આ પ્રમાણે આચારના ઉપદેશ આપતા નથી પણ તેમની પૂર્વે થનારા ૨૩ તીથંકરોએ પણ આવે જ ઉપદેશ આપ્યા છે એમ કહી જૈન ધર્માંતે મનુષ્ય સ`સ્કૃતિના આદિ કાળની ઊપજ ઠરાવવાને આ પ્રયત્ન છે. આવા જ પ્રયત્ન અન્ય વૈદિક અને બૌદ્ધ ધર્માંમાં પણ દેખાય છે. પુરાણા અને મહાભારત, રામાયણમાં અને સ્મૃતિઓમાં ધર્મીને સનાતન સિદ્ધ કરવા પ્રયત્ન થયા છે અને અનેક અવતારેની અને મન્વન્તરોની કલ્પના થઈ. તે જ પ્રમાણે બુદ્ધના ચરિતગ્રન્થામાં પણ તેમની પૂર્વે અનેક મુદ્દો થયા તેમ નિરૂપણુ કરવાનો પ્રયત્ન છે. આમ આ ભારતીય ધર્માનું એક ખાસ લક્ષણ બની રહે છે. હવે આપણે આચારાંગ અને કલ્પસૂત્રમાં તીથ' કરચરિતાના નિરૂપણમાં કેટલી ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોઈએ. આચારાંગમાં માત્ર ભ. મહાવીરનું જ રિત છે અને કલ્પસૂત્રમાં જો કે ૨૪ તીર્થંકરાનુ ચરિત છે. છતાં પણ તેમાં પણ મહાવીર, પા, અરિષ્ટનેમિ અને ઋષભ આટલામાં જ કાંઇક વિસ્તાર છે, બાકીમાં તે માત્ર કલ્પસૂત્ર લખાયું ત્યારે તેમને થયાને કેટલે કાળ વ્યતીત થયા. તેને જ માત્ર નિર્દેશ કરી પતાવ્યુ` છે. એટલે ઉત ચાર તીર્થંકરના જીવનચરિતમાં નિરૂપાયેલી ધટનાએ જ અહી દેવામાં આવી છે. અને આ ઘટનાને આધારે જ આગળ જઈ માતૃકાઓનુ` નિર્માણ થયુ' છે, તે સહેજે સમજી શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 146