Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 12
________________ (અનુવાદકની કલમે...) સુરસુંદરીના રાસનો અનુવાદ સાકાર થયો છે ત્યારે ... કાળના પ્રવાહની સાથે અતીતમાં ડોકિયું કરતાં .. ૫૦ વર્ષ પૂર્વે મુદ્રિત પં. વીરવિજયજી કૃત રાસનું અલભ્ય પુસ્તક હાથ લાગ્યું, અને ... મનમયૂર નાચી ઉઠ્યો ... હૈયાની ધરતીમાં ધરબાયેલી ‘સુરસુંદરીની કથા' રૂપી બીજને અંકુરો ફૂટ્યાં .. ૨૦૫ની સાલમાં, જીવનરથના સારથી સમા પૂ. ગુરૂદેવશ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ની અમીકૃપા અને ગુરૂબેન શ્રી પ્રજ્ઞશીલાશ્રીજીની સતત પ્રેરણારૂપે સહાયતાથી ગ્રંથાનુવાદના માર્ગે કદમ ઉઠાવ્યા ... કલમ હજુ તો કદમ બે કદમ માંડે ત્યાં કૃપાળુ ગુરૂમૈયા અને કરૂણાળુ ગુરૂબેન અનંતના માર્ગે ઉડી ગયા ... હૈયાની હામ તૂટી, મનની સ્વસ્થતા ખુટી ... આદર્યા કામ અધૂરા રહ્યા ... સમય વીતતા ભૂપેન્દ્રભાઈ બદામીની સતત ટકોર અને રેખાબેન કાપડિયાના ટેકાથી વેરવિખેર થયેલ હામ અને સ્વસ્થતા પુનસંચિત થઈ ... અધૂરા રહેલા આદર્યા (કામ) નું અનુસંધાન કર્યું. પૂ.આ.વિ. હેમચંદ્રસૂરિ મ. સા. તથા પૂ. આ. વિ. શીલચંદ્રસૂરિ મ. સાહેબે પ્રેરણા-વારિનું સિંચન કર્યું.... અને જાણે ... દેવલોકગત પૂજ્યોની દિવ્યકૃપાથી સંધાન સડસડાટ ચાલ્યું. સં.૨૦૫૩ની સાલમાં શ્રી સુપાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં પૂ. સુવર્ણપ્રભાશ્રીજી મ.સાની નિશ્રામાં છાપરિયા શેરી મોટા ઉપાશ્રય ચાતુર્માસ દરમ્યાન “સુર સુંદરીનો રાસ” નો અનુવાદ ગ્રંથ રૂપી વૃક્ષ આકાર પામ્યું... પ. પૂ. આ. ભ. શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. એ આ પુસ્તકની પ્રસ્તાવના લખી; આશીર્વચન આપે એવો મને ભાવ હતો. શ્રુત અને શાસનના અનેક વિધ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં તેમણે પ્રસ્તાવના લખી આપી, આ વૃક્ષને નવપલ્લવિત કરી મારા ઉત્સાહને બમણો કરી દીધો છે. હું સદા માટે તેમની ઋણી છું... જીવન જીવવાની અને જીવનના ઝંઝાવાતો સામે ધર્મના સહારે ઝઝૂમવાની – આત્મશક્તિનો અંદાજ અને પ્રેરણા આપતો આ રાસ શાસનના પ્રાંગણમાં સંકલ્પ, શ્રદ્ધા અને સમર્પણના આદર્શ પુષ્પો વેરી પવિત્રતાનો પમરાટ ફેલાવે છે. સૌ કોઇ એ ગુણ પુષ્પોની સુવાસને માણી જીવનને પવિત્ર વિકાસના પંથે વાળે એવી અંતરની આરઝુ ... 4ખના ... આ ગ્રંથાનુવાદ દરમ્યાન મારી અલ્પમતિના કારણે ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય, શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ લખાઇ ગયું હોય તો એનું હું અંતઃકરણપૂર્વક ત્રિવિધ - ત્રિવિધ મિચ્છામિદુક્કડમ્ માંગું છું .. - સા. જીતકલ્પાશ્રીજી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 362