Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 11
________________ લેવો, તેનું વિવેચન યથામતિ-શક્તિ તૈયાર કરવું અને છપાવવું, તે તો સાચે જ, એક નવતર અને સાહસરૂપ પ્રયોગ છે, જે સુજ્ઞજનોના ધન્યવાદને પાત્ર જ ગણાય. સાધ્વીશ્રી સૂર્યપ્રભાશ્રીજીનું સ્મરણ થતાં જ હૃદયમાં એક ઉત્તમ, ગુણિયલ, સાલસ અને ભદ્રિક આત્માની મુદ્રા ઉપસે છે. તો પ્રજ્ઞશીલાશ્રીજીને યાદ કરતાં એક વ્યવહાર કુશળ, સંઘાડાની સારણાવારણા કરનાર અને પોતાના ગુરૂને સમર્પિત એવાં એક આત્માની છાપ અંકિત થાય છે. બન્ને સાથ્વી ભગવંતોની દુઃખદ, કરૂણ અને અકાળ વિદાયનો ગમ આજે પણ અમારા આખાયે સમુદાયના સહુ સાધુ-સાધ્વીઓને એવો ને એવો જ છે. એમના જીવનની વિશેષ વાતો તો સાધ્વી શ્રી જીતકલ્પાશ્રીજી પોતાના નિવેદનમાં લખશે, એટલે તે વિશે અહીં લખવું પ્રસ્તુત નથી, પરંતુ તે બન્ને સમયસાધક આત્માઓની પવિત્ર સ્મૃતિમાં આવું સરસ પ્રકાશન થાય છે તે ખરેખર અનુમોદનીય, અનુકરણીય લાગે છે. આવું ઉત્તમ કાર્ય કરવા બદલ સાધ્વીશ્રી જીતકલ્પાશ્રીજીને લાખ લાખ ધન્યવાદ આપું છું. સાથે ભલામણ પણ કરું છું કે આ પ્રકાશન થકી પ્રારંભાયેલી સ્વાધ્યાય-યાત્રા હવે અટકે નહિ, ઝાંખી ન પડે, બીજા કાર્યોને વ્યવહારોમાં આ યાત્રા ખોરવાય નહિ, તેની જાગૃતિ રાખજો. બધું લખાય તે છાપવાનું આવશ્યક નથી હોતું, પણ વાંચન-લેખન-શ્રવણ-મનન આ બધું સ્વાધ્યાય રૂપ તો છે જ, અને એ સ્વાધ્યાય જ આ કાળમાં દુર્બળ આત્માઓનું શ્રેષ્ઠ ને પ્રષ્ટ આલંબન છે, તે કદી ભૂલવું નહિ. અષાઢ વદ ૧૦, ૨૦૫૪, વલસાડ. - વિજય શીલચક્ર સૂરી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 362