Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 10
________________ શુભ-વી૨ની કવિતા વિશે કાંઇ પણ કહેવું તે અ-કવિ એવા આપણા માટે અયોગ્ય અને અસ્થાને જ `ગણાય. પણ છતાં એટલું કહેવું જોઇએ કે આથમતા મધ્યકાળના તેઓ સર્વોત્તમ કવિ છે. આથમતા સૂર્યની શાતાદાયક હૂંફ અને તેના વિવિધરંગી આયામો આપણને આ કવિની કવિતામાં વ્યાપકપણે અનુભવવા મળે છે. ૧૮-૧૯માં સૈકામાં કવિવરો તો અનેક થયા, અને તેમની કવિતા અદ્ભુતમાણવાયોગ્ય તેમજ ભક્તિપ્રેરક પણ ખરી જ; પરંતુ ગેયતા, શબ્દપસંદગી, અભિવ્યક્તિનૈપુણ્ય અને ભાવોત્પાદકતા - આ ચાર તત્ત્વોમાં તો ‘શુભવીર’ જ મેદાન મારી જાય, એમાં શંકા નહિ. つ આવા મહાન કવિ જ્યારે મહાસતી સુ૨ સુંદરીના ચરિત્રને હાથમાં લે, ત્યારે મૂળે સુગંધ-છલકાતું એ ચરિત્ર કેવું રસ-મધુર બની જાય તે તો આ રાસના સમગ્ર વાંચનમાંથી પસાર થનારાને જ અનુભવ ક૨વા દઇએ. કિનારે બેઠા બેઠા અનુભૂતિના ઘરમાં માથું મા૨વું ઉચિત પણ કેમ ગણાય? આ રાસ ગ્રંથનું વર્ષો પૂર્વે પ્રકાશન થયેલું, જે આજે તો અલભ્ય છે અને નવોદિત વર્ગમાં અજ્ઞાત પ્રાય પણ છે. વળી એ પ્રકાશન માત્ર મૂળ રાસકૃતિ નું જ થયું છે. મૂળ કૃતિમાં અર્થ ગાંભીર્ય ઘણું છે, અને શબ્દો તથા પ્રયોગો પણ જૂની ભાષા તથા શૈલીના છે, જેના કારણે આજે તેનો અર્થ સમજવાનું જરા કઠણ પડે તેમ છે. આ કઠિનતાનું નિવારણ કરવાનો વિચાર સાધ્વી શ્રી જીતકલ્પાશ્રીજીના મનમાં કોઇ શુભ પળે ઊગ્યો, અને તેમણે પોતાનાં ગુરૂજીની સ્મૃતિમાં સ્વાધ્યાયલક્ષી એવું આ કાર્ય ક૨વા માટે મને પૃચ્છા કરી. આવું કાર્ય થાય તો મને અત્યંત ગમે. મેં તરત સંમતિ દર્શાવી. તેમની ઇચ્છા હતી કે હું તેમને જરૂર જણાય ત્યારે સહાય-માર્ગદર્શન કરૂં. મેં તેનો સ્વીકાર પણ કર્યો. પણ મારે કહેવું જ જોઇએ કે તેમને હું આ કાર્યમાં સંપૂર્ણ મદદરૂપ બની શક્યો નથી. મારાં અનેક અન્ય કાર્યો-રોકાણોમાં તેમની આ પ્રવૃત્તિમાં હું મદદગાર ન થઇ શક્યો, તેનો આ પળે અફસોસ અવશ્ય થાય છે. સાધ્વીશ્રી જીતકલ્પાશ્રીજીએ અનુવાદ તથા વિવેચન કરવામાં પોતાની રૂચિ તથા ક્ષયોપશમને અનુસારે પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યો છે. તેમનું આ પહેલું જ લેખન-સાહસ છે, તેથી ક્ષતિઓ રહી પણ હોય, તો પણ તે ક્ષમ્ય છે. એક સાધ્વીજી આ પ્રકારનું સાહસ કરે એ જ મારી દૃષ્ટિએ બહુ મહત્વનું છે. અને વિશેષ મહત્વની બાબત એ છે કે એમણે પોતાનાં સ્વર્ગસ્થ ગુરૂજી સાધ્વી શ્રી સૂર્યપ્રભાશ્રીજી તથા ગુરૂ બહેન સાધ્વી શ્રી પ્રજ્ઞશીલાશ્રજીની પુણ્યસ્મૃતિમાં આ સાહસ કાર્ય કર્યું છે. ગુરૂજનોની સ્મૃતિમાં પૂજા, આંગી, પ્રભાવના, સામાયિક અને નિત્ય સ્વાધ્યાય સંગ્રહ કે સ્તવન સજઝાય સંગ્રહોનું પ્રકાશન કરવાનો ચાલ તો સાધ્વી - સમુદાયમાં વર્ષોથી છે અને તે પરંપરાને તેઓ દૃઢપણે વળગી રહીને તેનો પાકો અમલ કરતાં જોવા મળે છે. પણ ગુરૂજનોની સ્મૃતિમાં એક ગંભીર અને ઉત્તમ રાસ-ગ્રંથને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 362