________________
માતુશ્રી નેણબાઈ તથા મારા છ ભાઈઓને પણ અભ્યાસમાં મને પૂરેપૂરો સહકાર સાંપડયો છે
તદુપરાત છે. રમણલાલ શાહના ધર્મપત્ની પ્રો. તારાબેન શાહ તથા એમના માતુશ્રી ધીરજબહેનને તથા શ્રી ગુલાબ દેઢિયા, શ્રી પ્રદ્યુમ્ન ગાંધી, શ્રી ચીમનલાલ કલાધર વગેરેને તથા અમદાવાદના પં. દલસુખભાઈ માલવણિયા, શ્રી યશ્વર શાસ્ત્રી, શ્રી કનુભાઈ શેઠ, શ્રી પગારિયા વગેરેને પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર સાંપડયો છે.
આ શોધનિબંધના લખાણમાં હું તે નિમિત્ત માત્ર છું, પરંતુ પરમકૃપાળુ પરમાત્માને પ્રગટ પ્રભાવ, આચાર્ય ભગવંતોની અમીદષ્ટિ, ગુરુદેવોના કૃપાશિષ, મારા માર્ગદર્શક ડે રમશુભાઈ શાહનું સતત મળતું રહેલું માર્ગદર્શન, તથા સહવતી ગુરુબહેનનું પ્રોત્સાહન જ સર્વ યશનાં સહભાગી છે.
મારા આ શોધનિબંધ નિમિત્તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કેને સહકાર અને સદ્દભાવ સાપડ્યો છે તે સર્વની કૃતાભાવે અનુમોદના
છશ્વાસ્થતાના યોગે આ શોધનિબંધમાં ક્ષતિઓ રહી ગઈ હોય તે તે બદલ ક્ષમા યાચું છુ તથા લેખનકાર્યમાં ક્યાંય પણ જિનાજ્ઞા વિરહ લખાણ થયું હોય તે પંચ પરમેષ્ટિ ભગવંત સમક્ષ મિચ્છામિ દુક્કડ પ્રાણું છુ. માગસર સુદ ૧, સંવત ૨૦૪પ
સાદેવી મોક્ષગુણાશ્રી. તા ૧૦–૧૨–૧૯૮૮