________________
સાહેબની અસીમ કૃપામા અનન્ય શ્રદ્ધાએ આ કાર્ય માટે મને પૂર્ણ હિંમત આપી. આરાધનાપ્રેરક મારા ઉપકારી પૂજ્ય ગુરુમૈયાના આશીર્વાદ સહિત સહર્ષ અનુમતિ પ્રાપ્ત થતા મારામાં નવું જોમ આવ્યું અને સર્વ મૂંઝવણ ટળી ગઈ. સાથે સાથે પ. પૂ. યુવાચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિજી મહારાજસાહેબનાં આશીવ, પ્રેરણા અને માર્ગદર્શને પણ ઘણું જ બળ આપ્યું. કવિ શ્રી જયશેખરસૂરીશ્વરજીત રચનાઓ એકત્રિત કરવાનું અને તેમાં પણ અપ્રકાશિત કૃતિઓને મેળવી આપવાનું કપરું કાર્ય એમણે કરી આપ્યું. ૫. યુવાચાર્યશ્રીના ઉપકારનું વર્ણન તે કયા શબ્દોમાં હું કરી શકું?
મેક્ષમાર્ગના ઉપાસક, શાતિમૂર્તિ પૂ. વડીલ ગુરુદેવ નિરંજનાશ્રીજી મહારાજસાહેબના પણ મને આ “શેધનિબંધ” લખવા માટે ભાવપૂર્ણ આશીર્વાદ સાંપડ્યા. આ કાર્યમાં મારે વૈગ વધતો રહે તે માટે તેઓ સતત પ્રેરણું આપતાં રહ્યાં.
ભવ્ય જીના તારક સાધનાના સાધક, પરમ હિતરવી મારા પરમ , પૂજ્ય ગુરુમૈયા શ્રી પુણ્યોદયશ્રીજી મહારાજસાહેબ કે જેઓએ સંસારની અસારતાનું સ્વરૂપ સમજવી મને સંયમનું દાન આપ્યું છે, વળી જેઓ વૈરાગ્યભાવમાં અભિવૃદ્ધિ થતી રહે તેવી હિતશિક્ષાઓ આપી રહ્યાં છે, તેઓશ્રીએ આ કાર્ય માટે મને અપૂર્વ પ્રેરણું આપી, કયારેક મારી છસ્થતાના કારણે આ કાર્યમાં પ્રમાદ આવી જાય તે તેઓશ્રી મીઠે છતાં ગુણકારી ઠપકે આપી એ કાર્યમા મને ઉત્સાહિત કરતાં રહ્યા હતાં. મારા અભ્યાસ માટે પિત ચાતુર્માસમાં પ્રતિકુળતાઓ સહન કરીને પણ મને અનુકુળતા કરી આપી છે. પૂ ગુરુમૈયાના આ અગણિત ઉપકારેને તે કેમ ભૂલી શકાય ?
શિખરછથી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી મુંબઈ આવીને મેં મારા માર્ગદર્શક છે. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શોધનિબંધનું કાર્ય ચાલુ કર્યું. એ માટે જરૂરી અને ઉપયોગી એવા ગ્રંથ શ્રી મહાવીર જૈન વિદ્યાલય- તથા અન્ય ગ્રંથાલયોમાંથી એકત્ર કર્યા તથા મુંબઈ, અમદાવાદ, ચાણુરમા, ઉજજૈન વગેરે સ્થળેથી હસ્તપ્રતિઓ કે તેની ઝેરોક્ષ નકલ મંગાવી, એ કાર્યમાં પ. પૂયુવાચાર્ય શ્રી કલાપ્રભસાગરસૂરિજીએ ઘણું સહાય કરી.
મારા આ શોધનિબંધમાં સતત ચાર વર્ષ સુધી મારા માર્ગદર્શક ડે. રમણભાઈ શાહે માર્ગદર્શન આપ્યું છે. વિઠદવ, જ્ઞાતા, સાહિત્યપ્રેમી ઠે. રમણભાઈ શાહ પાસે અભ્યાસ કરવાને મને સરસ અવસર સાંપડ્યો
17