________________
નિવેદન
-
અનોખો હો એ યોગ અને તે અચાનક સાંપડી ગયા - મુબઈથી શિખરજી મહાતીર્થને છ'રી પાળતા સંઘને સંગ..........
પ્રબળ પુણ્યોદયે પૂજ્યપાદ અચલગચ્છાધિપતિ ભગવત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની તારક નિશ્રામાં અને વીસ તીર્થકરોની કલ્યાણભૂમિ પર અમને ચાતુર્માસની અનેરી આરાધનાને સુગ સાપડ્યો હતા. ત્યારપછી ફરી શિખરછથી સિદ્ધાચલની યાત્રા માટેના મઘની પ્રયાણની ઘડી આવી પહેચતા શિખરજી તીર્થની એ વિયાગની પળ મારા જીવન માટે અવિસ્મરણીય બની ગઈ કારણ કે ૫ ગણિવય (હાલ પૂજ્ય આચાર્ય ભગવત) શ્રી કલાપ્રભસાગરજી મહારાજસાહેબે મારા પરમોપકારી ગુરુદેવ શ્રી પરમપૂજ્ય સાધવી શ્રી પુરોદયશ્રીજી મહારાજસાહેબને સૂચના કરતા કહ્યું કે “સાવી શ્રી મોક્ષગુણશ્રીજીને કવિ શ્રી જયશેખરસુરિ વિશે પીએચ. ડી. નિમિત્તે સંશોધનવિવેચન કરવાનું કાર્ય સોપ.” ગાનુયોગ એ સમયે એ પુનિત ધરા પર શ્રમણભગવાન શ્રી મહાવીરદેવની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ મહાતીર્થ વિશે યોજાયેલા અખિલ ભારતીય ઇતિહાસણ વિ સંમેલનમાં પધારેલા ડે. રમણભાઈ શાહ સાથે પૂ. ગણિવર્ય સાહેબે પીએચ.ડી.ના વિષય સંબંધી ચર્ચાવિચારણા કરી અને ડે. રમણભાઈએ પણ તેમાં ઉત્સાહ સહ સંમતિ દર્શાવી.
સ. ૨૦૪૧ના માગશર સુદ ૬ના રોજ પ્રાત:કાળે સંઘના પ્રયાણના પ્રારંભમુહૂર્ત વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે આ નિર્ણયની જાહેરાત કરીને પ. પૂ. અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસુરીશ્વરજી મહારાજસાહેબે હૈયાની ઊછળતી ઊર્મિઓથી શુભાશિષપૂર્વક મને વાસક્ષેપ આયો તેમજ જ્ઞાનદાતા અને આ શોધનિબંધના માર્ગદર્શક ર્ડો. રમણભાઈ શાહને પણ વાસક્ષેપ સહિત શુભાશિષ આપ્યા.
આ જાહેરાતથી મારું મન વિચારમગ્ન બની ગયું. થયું કે ચૌદમી સદીના એ આચાર્ય ભગવંતના ગહન સાહિત્યમાં મારી અ૯પમતિ કેમ પ્રવેશ પામી શકશે પરંતુ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ
16