________________
હજીય વનવગડાનાં વાસી હરણાં ઋષિઓનાં ચરણ પાસે બેસતાં, ને તેઓની પડખે જ માત્ર એક અધોવસ્ત્ર કે એક લંગોટી પહેરી રાજપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો વિદ્યાધ્યયન માટે ગુરુચરણ સેવતા.
ઋષિઓ આ માનવબાળ અને મૃગબાળ – બંને પર સરખું હેત ઠાલવતા, કારણ કે તેઓ નિર્લોભી ને નિઃસ્પૃહી હતા. સંસ્કાર ને સુવિધા વિનાના માનવીને એ પશુથી હીન લેખતા. આ મહર્ષિઓનો હાથ યાચના માટે ઈશ્વરની સામે પણ ઊઠતો નહિ અને એમની ભિક્ષાવૃત્તિમાં ચક્રવર્તીના જેટલી ખુમારી હતી. અન્ન સ્વીકારનાર જાણે દાતા પર ઉપકાર કરતો, અન્ન આપનાર આપીને પોતાને જાણે ધન્ય માનત, એવી મનોદશા હજીય પ્રવર્તતી હતી.
આશ્રમોમાં ન્યાય, સત્ય ને ઋતુનું જીવન હતું.
પ્રેમ, શૌર્ય ને સ્વાધીનતાનો અહીં સંદેશ હતો. અહીંનું નાનું ચકલું પણ ગર્વિષ્ઠ બાજની શક્તિને પડકારતું, ને વખત આવ્યે પડમાં પણ ઊતરતું. યુદ્ધ થાય તો એ ખપી જતું, પણ દાસત્વ ન સ્વીકારતું. આવા વજનિશ્ચયી નાના નિર્બળ ચકલાનું નિર્જીવ માંસ પણ શકરા બાજના પેટમાં પેસી પોકાર પાડતું.
અહીં માણસ વજ્જરનો હતો. ભાવના સ્વર્ગની હતી. જીવન સ્નેહ ને સ્વાર્પણનું હતું. પાપ દાસત્વનું હતું. ધર્મ, અર્થ અને કામ ત્રણે હતાં : પણ છેલ્લાં બે પહેલા એકને આધીન રહીને સેવવાનાં હતાં.
આજનાં માણસ કરતાં એ વખતના આશ્રમનાં મોર, પોપટ ને મેનાં સુંદર જીવન જીવતાં. રમવાની ઉંમરે રમતાં, પ્રેમ કરવાની ઉંમરે પ્રેમ કરતાં, માબાપ થયાનો મહિમા જાણતાં અને પછી યોગથી ને શાંતિથી જીવનનો અંત માણતાંત્યાં દંભ નહોતો, વિકાર નહોતો, હાયવોય નહોતી.
આ આશ્રમપીઠોમાં વેદ, ઉપનિષદ, શ્રુતિ-સ્મૃતિ ભણાવવામાં આવતાં. કાવ્ય, નાટક, ચંપૂ, આખ્યાનક, આખ્યાયિકા, ગીતિ-સંગીતિ, ધર્મનીતિ, રાજનીતિ ને સમાજનીતિ શીખવવામાં આવતી. ગૃહસ્થનાં બાળને જીવન-વ્યવહારનું અને કામશાસ્ત્રનું જ્ઞાન પણ અë નિઃસંકોચ અપાતું.
આ આશ્રમોમાં જીવનની એક વીસી કે એક પચ્ચીસી સુધી રાજપુત્રો, બ્રહ્મબટુઓ કે વૈશ્યપુત્રો નિવાસ કરતા. આ આશ્રમપદોમાં સુવર્ણદ્વીપ, તામ્રપર્ણ, તિબેટ, નેપાળ, બ્રહ્મદેશ, દક્ષિણદેશ, કોંકણ, કલિંગ ને મિથિલાથી વિદ્યાર્થીઓ આવતા અને ન્યાય, સ્મૃતિ, અલંકાર, કાવ્ય, કોષ ને જ્યોતિષનો અભ્યાસ કરતા. તેઓ પોચી માટી પર કે સૂકો ઘાસ પર પથારી કરતા. લાકડાનાં ઓશીકાં રાખતા. એક ટેક જમતા. એ સિવાય જ્યારે મન ફાવે ત્યારે ગાયનું દૂધ પીને શુધા ને તૃષા બંને બુઝાવતા.
અહીંના બ્રહ્મચારી વિદ્યાર્થીઓ માટે વીસ વર્ષની ઉંમર સુધી સ્ત્રીનું મોં જોવું પાપ લેખાતું.
આ આશ્રમ તો ગ્રામ-નગરના પાદરથી થોડે છેટે ઠેર ઠેર જોવા મળતા અને હવે આવી રહેલી નવી હવામાં તો નગરમાં પણ કેટલાક ગુરુઓ પહોંચી જઈને આવાસોમાં આશ્રમો સ્થાપતા થયા હતા. પણ એ વિદ્યા-વાણિજ્યનાં ધામો કહેવાતાં, અને અરણ્ય-આશ્રમોના વિદ્યાર્થી કરતાં એ વિદ્યાર્થીઓ હલકી કક્ષાના લેખાતા. મોટી ચર્ચા-સભાઓમાં અને રાજસભાઓમાં એ અગ્રગણ્ય સ્થાન મેળવી ન શકતા.
અરણ્ય-આશ્રમ અને નગર-આશ્રમો ઉપરાંત છેલ્લા વખતથી નિર્જન વનોમાં કેટલાક નવા આશ્રમો સ્થપાયા હતા. આ માનસવિઘાના યા મંત્ર-તંત્ર અને અભુત વિદ્યાઓના આશ્રમો હતા. ચમત્કારિક પ્રયોગ અને ઇંદ્રજાલ વિદ્યા, મારણ, કારણ ને ઉચ્ચાટન, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, શુકનશાસ્ત્ર વગેરેનું અહીં જ્ઞાન અપાતું.
અહીં ગમે તે પ્રવેશ મેળવી ન શકતા. પ્રવેશ મેળવવા માટે આકરી તાવણીમાં તપવું પડતું અને વીસ વર્ષથી ઉપરના યુવાનોને જ અહીં સ્થાન મળતું.
વિદ્યાર્થી સાથે વિદ્યાર્થિનીઓ પણ અહીં રહેતી. નવયૌવનમાં આવેલાં બ્રહ્મચર્યના તેજથી ઓપતાં આ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને હરણાંની જેમ હરતાંફરતાં જોવાં એય જીવનનું સુફળ કે નેત્રનો પરમ આનંદ હતો.
મગધની પવિત્ર પાંચ ટેકરીઓ વચ્ચે આવો એક સુપ્રસિદ્ધ શ્રમ આવેલો હતો અને ‘ગુરુણાં ગુરુ ” મહામાનો એ આશ્રમ કહેવાતો. ‘ગુરુશાં ગુરુ” એ મહાગુરુ મહામઘને ઋષિઓએ આપેલું બિરુદ હતું. કોઈ પણ ચાલાક વિદ્યાર્થી કે નખરાંબાજ વિદ્યાર્થિની આ ગુરુને છેતરી ન શકતાં.
આ અજબ વિદ્યાઓ શીખવા ઘણી વાર વેદપાઠી આશ્રમોમાંથી ખુદ ઋષિઓ બ્રહ્મબટુઓના વેશમાં આવતા, પણ ગુરુણાં ગુરુની નજર પડતાં જ એમની બધી બનાવટ ખુલ્લી પડી જતી અને ગુરુ કાન પકડીને આ નવા ચેલાને બહાર હાંકી મૂકતા. એમની કૃપા મહાન હતી. એમ કોપ પણ મહાન હતો.
મહાગુરુ કહેતા કે હું તો મનથી ચોરી પકડનારો છું. એમાં જો આંખનો ઉપયોગ કરું તો તો ગુનેગાર વ્યક્તિને મર્યે જ છૂટકો !
આ આશ્રમ લગભગ છૂટોછવાયો ચારેય યોજનમાં પથરાયેલો હતો અને એના પ્રવેશદ્વાર પર આવેલી સાધકકુટીમાંથી સિદ્ધકુટીમાં પહોંચતાં હોશિયાર વિદ્યાર્થીને લગભગ ચારપાંચ વર્ષ વીતી જતાં. કેટલાકે તો અડધે રસ્તે જ રહેતા : અને કેટલાક તો પ્રવેશદ્વારની સાધકકુટીમાંથી દશ ડગલાં પણ આગળ વધી ન શકતા.
2 | લોખંડી ખાખનાં ફૂલ
મહાગુરુનો આશ્રમ D 3