________________
મહાગરનો આશ્રમ
વિક્રમ સંવત ચાલુ થવાને હજી વાર હતી અને એને ચાલુ કરનારો રાજા વિક્રમ ભવિષ્યના પારણામાં પોઢઢ્યો હતો.
સિકંદરની ચઢાઈ થઈ ગઈ હતી અને એણે દેશમાં નવાં મૂલ્યાંકનો જન્માવ્યાં હતાં, એણે ઘણા નવા રસ્તા, ઘણી નવી વિદ્યાઓ, ઘણા નવા શાસકો અને ઘણું નવું જ્ઞાન-વિજ્ઞાન ભારતને ભેટ આપ્યું હતું.
આ સંપર્કની મોટી અસર રાજ કુળોમાં અને સ્ત્રીકુળોમાં પડી હતી. રાજ કુળો લડાઈની નવી રીત શીખ્યાં હતાં ને સ્ત્રીકુળ નો શણગાર શીખ્યું હતું. ભારતની સ્ત્રી જે સાવ સાદી રીતે કેશ ઓળતી એ અનેક પ્રકારનું કેશગુંફન કરવા લાગી હતી. માથું નાનું ને અંબોડો મોટો-કેશસંગોપનની આ નૂતન પદ્ધતિએ જન્મ લીધો હતો : અને ફાટફાટ થતા યૌવન પર જ્યાં હંમેશાં એક સાદી પટ્ટી બંધાતી હતી, ત્યાં કસવાળી કંચુકી આવી હતી. પરદેશ જોવાની અને એને વિશે જાણવાની ઉત્કંઠા પેદા થઈ
આજની જેમ એ વખતે નગરો વધ્યે જતાં હતાં, ને દેશના ધનવૈભવની એ પારાશીશી બન્યાં હતાં. છતાંય વનવગડામાં અને અરણ્યમાં હજી ભારતના સંસ્કાર ધનનો વારસો જળવાઈ રહ્યો હતો. ઘટ, પટ ને ચટના આત્મિક વૈભવવાળા મહાન આત્માઓ એને રસી રહ્યા હતા અને ત્યાં ભારતની મૌલિક સંસ્કૃતિનું સંરક્ષણ હજી ચાલુ હતું.
હજી અરણ્યોમાં ઋષિઓ હતા, મહર્ષિઓ હતા. હજી ઋષિપત્નીઓ હતી ને ઋષિસંતાનો હતાં. હજી આશ્રમો હતા. આશ્રમોમાં હજીય અહિંસા હતી. હજીયા વિદ્યાસુવર્ણનો ત્યાં વિનિમય હતો. હજીય ત્યાં રાય-ક એક આસન પર બેસતા.
૧૮