________________
[ ૧૪ ]
શ્રી કપૂરવિજયજી ૬૨. પાપ તરફ નજર કરતાં પહેલાં જ સાવધાન રહેવું ને અટકી જવું જોઈએ, કારણ કે આપણે જેમ જેમ તેની તરફ નજર કરીએ છીએ તેમ તેમ તે આપણને અધિક સારું લાગતું જાય છે અને છેવટે અધોગતિમાં લઈ જાય છે.
૬૩. પપકારથી પુન્યનું અને પરને પીડા ઉપજાવવાથી પાપનું પિષણ થાય છે, એમ સમજી હિતમાર્ગે સંચરે.
૬૪. સ્વગુણની રક્ષણાને ધર્મ અને સ્વગુણવિવંસતાને અધમ લેખી નિજ ગુણની રક્ષા અને પુષ્ટિ બને તેટલી કરે.
૬૫. અ૫ જીવનમાં સાવધાન બની ખૂબ કમાણી કરી હત્યા.
૬૬. શાસ્ત્રોમાં ફક્ત માર્ગઉલેખ જ હોય છે પણ મર્મ હોતો નથી, માટે જે તમારે મર્મ જાણો હોય ને મુક્ત થવું હાય-ઉન્નતિ સાધવી હોય તો સદ્દગુરુ–સતપુરુષનાં ચરણ સેવ્યા વગર છૂટકે જ નથી.
૬૭. સુખી થવાનો ફક્ત એક જ માર્ગ છે ને તે ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. જેને ઈશ્વર પર વિશ્વાસ છે તે દુખી થતું નથી અને કદાચ દુ:ખ આવે તો તેની પરવા કરતો નથી, તેથી તેને દુઃખ પણ સુખરૂપ થાય છે. . . ૬૮. મનુષ્યનું મૂલ્ય આંકવા માટે તેનામાં ત્યાગ અને નિરભિમાનપણું કેટલે દરજજે છે તેના ઉપર લક્ષ રાખવું જરૂરી છે.
૬૯ આનંદી અને મેજલે સ્વભાવ આખા જગતને વશ કરી શકે છે, પરંતુ તેથી બીજાને દુઃખ ન થાય તેવી તેમાં નિર્દોષતા જોઈએ.