________________
[ ૪૪ ]
શ્રી રવિજયજી કેટલે ત્રાસ વતી રહે છે અને પેટને માટે ધર્મ પરામુખ થવાનું કેટલા પ્રમાણમાં બને છે? ખરી વાત તો એ છે કે પેટમાં રોટલો પડ્યો હોય તે જ કંઈ કલ્યાણને માર્ગ સૂઝે.
આ દિગદર્શનથી શાસનની દાઝ દિલમાં ધરી જે કંઈ પણ સમાચિત જૈન સમાજના હિતની ખાતર યથાશક્ય પ્રયત્ન કરવામાં આવશે તો હજી પણ તેમાં સારે સુધારે થવા પામી જેનસમાજનું ભલું થવા સાથે શાસનન્નતિ થવા પામશે, પરંતુ વેરવિધભરી વૃત્તિ વધવા દેવાથી તે તેને વહેલો વિનાશ થવા પામશે.
[ આ. પ્ર. પુ. ૩૫, પૃ. ૨૨૩. ]
આચારાંગ સૂત્રનાં સુભાષિત. ૧. જગતના લોકેની કામનાને પાર નથી. તેઓ ચાલીમાં પાણી ભરવાને પ્રયત્ન કરે છે.
૨. કામ પૂર્ણ થવાં અશક્ય છે અને જીવિત વધારી શકાતું નથી. આમ કામી મનુષ્યો શેક કર્યા જ કરે છે તથા ઝર્યા કરે છે.
૩. હે ધીર! તું આશા અને સ્વચ્છંદતાને છોડી દે, તે બે શલ્ય સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સુખનું સાધન . માનેલી વસ્તુઓ જ તારા દુઃખનું કારણ થઈ પડે છે.
૪. તારાં સગાંસંબંધી, વિષયાગ કે દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી કે તેને બચાવી શકતાં નથી. તેમ જ તું પણ તેમનું રક્ષણ કરી શકતા નથી કે તેને બચાવી શકતું નથી. દરેકને પિતાનાં સુખ, દુઃખ જાતે જ ભેગવવાં