________________
[ ૧૫ર ]
શ્રી કરવિજયજી થાય અને “મારું તે જ સાચું” એ કદાગ્રહ ટળે, જેથી શુદ્ધ તત્ત્વની શ્રદ્ધા પ્રગટે અને જેના પરિણામે અહિંસા (શુદ્ધ દયા) સત્ય, પ્રમાણિકતા, શીલ (બ્રહ્મચર્ય ), સંતોષ, ક્ષમા, નમ્રતા અને સરલતાદિક અનેક સગુણોને લાભ મળે તેને હૃદયકેળવણી અથવા આમિકકેળવણી કહી શકાય.
૧૧. શરીર નીરોગી રહે તેવી દઢ કાળજી હું હરહંમેશ રાખીશ, ખાનપાન વિગેરે પોતાની પ્રકૃતિને અનુકુળ વાપરીશ, શરીર નીરોગી રહે તેવા ખાનપાન સાથે ગ્ય અંગકસરત પણ કરતા રહીશ, જેથી સ્વ–પરકર્તવ્ય કરવામાં ઉત્સાહ પૂરતા પ્રમાણમાં બન્યો બન્યો રહેવા પામે; પણ અન્યની આશાએ થોભી રહેવું ન પડે. .
૧૨. દરેક કાર્ય–પ્રસંગે હિતાહિતને વિચાર કરવાપૂર્વક હિત પ્રવૃત્તિને આદર અને અહિતનો ત્યાગ કરવા મનની સ્વતઃ પ્રેરણા થયા કરે એવા ઉત્તમ ગ્રંથનું વાંચન, મનન કરવાવડે અથવા સત્સગવડે મનને કેળવતો રહીશ.
૧૩, મન અને ઇંદ્રિયને માલીક દેહમાં વ્યાપી રહેલ આત્મા શક્તિરૂપે અનંત શક્તિ અને અનંત જ્ઞાનાદિક ગુણોને સ્વામી છે, છતાં પૂર્વભવના અનેક કર્મવાસનાના દોષથી દબાયેલો જણાય છે, તેને સર્વોક્ત શાસન મુજબ સંયમના માર્ગે ચેજી અનુક્રમે સકળ દોષમુક્ત કરવા સતત પ્રયત્નશીલ બનીશ.
૧૪. અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાના રોગ-વ્યાપારવડે જીવ નવાં નવાં કર્મબંધન કરતો રહી ભવપરંપરાને વધારતો રહે છે, તેને સુવિવેકવડે પુરુષાતન ફેરવી, ત્યાગ કરી, આત્માને ઉન્નતિના માર્ગે સ્થાપન કરતો રહીશ,