Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 333
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૯ ] ૩. સર્વથા મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવું (વિષયભેગથી વિરમવું). ૪. સર્વથા સાંસારિક વ્યાપારનો ત્યાગ કરવો. મુખ્યપણે સૂર્યોદય પહેલાંથી લીધેલી ઉપરોક્ત પ્રતિજ્ઞા બીજા દિવસનો સૂર્યોદય થતાં સુધી પાળવી તે આઠ પ્રહરને પિષધ કહેવાય છે અને બીજી સૂર્યોદય પહેલાંથી લીધેલી પ્રતિજ્ઞા સૂર્યાસ્ત સુધી પાળવી, કે સૂર્યાસ્ત પહેલાં લીધેલી પ્રતિજ્ઞા બીજા દિવસના સૂર્યોદય સુધી પાળવી તે ચાર પહોરને પિષધ કહેવાય છે. વીશસ્થાનક, જ્ઞાનપંચમી, માનએકાદશી વગેરેના તપ કરનારાં ધારે તે ઉપર મુજબની સમજ સાથે ચાર પ્રકારના પૈષધનો સહેજે લાભ મેળવી શકે. તે પ્રમાણે કરવામાં વખતની અનુકૂળતા હોય તે તપશ્ચર્યાના આરાધનના દિવસે સામાયિકાદિન વિશેષ લાભ મેળવી શકાય છે તેથી તેમ કરવા મૂકવું ન જોઈએ. પૌષધ કરવામાં સદ્ગુરુને સાક્ષાત્ પ્રસંગ હોય તે તેમની સમીપમાં યથાવિધિ ઉચ્ચરે શ્રેષ્ઠ છે. તે જોગ ન હોય તે ગુરુમહારાજની સ્થાપના (સ્થાપનાચાર્ય) સમીપે ઉચર. વ્રતધારી-દઢવૈરાગ્યવાળા શ્રાવકે રાત્રિ સમયે પિષધમાં કાઉસગકાયેત્સર્ગ ધ્યાને રહી શકે છે અને આળસ પ્રમાદને ઓછો કરે છે. દિવસે કઈ ખાસ કારણ વગર નિદ્રા કરવી નહિ. પિષધપવાસના પારણે મુનિરાજને પેગ હોય તો તેમને યથાવિધિ શુદ્ધ આહાર વહોરાવી પછી પિતે પારણું કરે.

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362