Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 337
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૭૩ ] - જ્યાં સુધી આપણામાં જડ ઘાલીને રહેલી અજ્ઞાનતા અને પારવગરની ભૂલ સુધારી લેવા કશે પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી આ બધું ફરસ જેવું કાં ન ગણવું? - જેથી આપણી જાતની, પ્રજાની, સમાજની અને દેશની અવનતિ–ખરાબી-પડતી થવા પામે એવી દરેકે દરેક બદીને શોધી શોધીને દૂર કરવા દરેક સુજ્ઞ ભાઈબહેનોએ કમર કસવી જોઈએ. જ્યાં સુધી આપણે ખંતપૂર્વક આપણામાંની બદીઓ-કુઢિઓ–અજ્ઞાનતા કાઢીશું નહીં ત્યાં સુધી આપણું બેલ્યું ચાલ્યું બકવાદરૂપ ગણાવાનું ને નકામું જવાનું. વીર મહાપુરુષોની જયંતી ઊજવી, તેમના સદગુણેની પ્રશંસા–ગુણાનુવાદ કરી, સાચા હૃદયથી સ્તુતિ કરીને આપણી મલિન વાસનાઓને ધોઈ નાંખવી જોઈએ. જો તમે તેમને ખરા સ્વરૂપમાં ઓળખી શક્યા છે તે તેમના જેવી વીરતા–ધીરતા નિર્ભયતાને, નિસ્વાર્થભાવે દયા, દાન, દમ (તપ–સંજમ–જિતેન્દ્રિયતા) વગેરેને આપણા જીવનમાં ઉતારવા આપણે શા માટે તત્પર ન થવું જોઈએ ? ઉત્તમ પુરુષોના ગુણાનુવાદથી આપણામાં ઉત્તમતા આવે એવું કથન સાચું જ માનતા હતા તે તે તરફ આત્મલક્ષ્ય ફેરવી પિતાના આત્મા માટે (લેકરંજન માટે નહિ) તેને ઉપયોગ કર જોઈએ. ધાતુ ઉપર વળેલો કાટ માંજવાથી જેમ દૂર થાય છે અને ધાતુ ઉજવળ થાય છે તેમ અનાદિ દોષસંગથી થયેલી કમ-ઉપાધિ સદ્યમથી દૂર થતાં આત્મા ઉજજવળ થાય છે.

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362