________________
[ ૩૦૧
લેખ સંગ્રહ : ૪ :
૪પવિત્ર ધર્મના આશ્રયથી, સમજપૂર્વકની ધર્મ કરણથી, નિઃસ્વાથી પરોપકારવૃત્તિથી સુખી અને સદ્ગણું થઈ શકાય છે એમ સમજી પવિત્ર ધર્મને આશ્રય કરી, ધાર્મિક કર્તવ્ય અને પરોપકારનું દઢ આલંબન ગ્રહણ કરી, અન્ય ભવ્યજનોને જાતે કરાવી અથવા પ્રેરણા કરી આપણું અને અન્ય જનનું સર્વ રીતે શ્રેય–કલ્યાણ થાય તેવો પ્રયત્ન કરે. - પ. પાપકર્મ કરવામાં પાવરધા એવા દુષ્ટજને ઉપર દ્વેષ કે રોષ નહિ કરતાં તેમને સુધારવા નિઃસ્વાર્થ પ્રેમથી પ્રયત્ન કરવો. તેમ કરતાં પણ તેઓ ન સુધરે અથવા તેઓ પાપકર્મ કરતાં જ રહે તો આપણે મૌન ધારણ કરવું–મધ્યસ્થવૃત્તિ ધારવી.
૬. સર્વ જીવમાત્રને આપણા આત્મા સમાન ગણી, કેઈને કંઈ પણ પ્રતિકૂળતા–દુઃખ નહિ ઉપજાવતાં, તેને અનુકૂળતા થાય તેવું હિતકર આચરણ રાખવું.
૭ સહુને પ્રિય અને હિતરૂપ થાય તેવું સત્ય વચન બોલવું.
૮. ન્યાય-નીતિ અને પ્રમાણિકતાને જ ધર્મના દ્રઢ પાયારૂપ ગણીને એકનિષ્ઠ બનવું. ન્યાયનીતિ વિરુદ્ધના પરદ્રવ્યને પથ્થર સમાન ગણ ગ્રહણ કરવું નહિ. ન્યાય, નીતિ અને પ્રમાણિકતાથી મેળવેલું ઘેરું દ્રવ્ય પણ અમૃત સમાન ગણુને ગ્રહણ કરવું અને તેને સદુપયોગ કરે.
૯. પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણવી, તેના ઉપર કુદણિ ન કરવી. સુશીલ-શુદ્ધ આચારમય બનવું.
૧૦. સંતોષ રાખી ચિત્તવૃત્તિને આમતેમ ફેરવી ડામાડોળ થવું નહિ, પણ સંયમી બનવું.