________________
૨
{ ર૬૪ ]
શ્રી કપૂરવિજયજી જ્ઞાન અને વૈરાગ્ય ,
જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું મહાભ્ય. છે ખરા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું મહાઓ અજબ છે. તેના પ્રભાવથી કોઈ તથવિધ કર્મના ગે–તેના પ્રબળ ઉદયે કામભેગને ભેગવતાં છતાં જ્ઞાની પુરુષ અજ્ઞાનીની જેમ કિલ કર્મોથી લેપાત-બંધાતો નથી, કેમકે તે પ્રસંગે પણ પોતે નિલેપ પ્રાય રહે છે. તેથી જ કહ્યું છે કે “ભાગ કર્મ ફી રેગતણું પેરે, ભગવે રાગ નિવારી..”—ઉત્તમ જીવો–ભવભીરુ જી, નીકટભવી જીવો ભેગકર્મના ફળ તરીકે પ્રાપ્ત થયેલ સુખ–સામગ્રી યાવત, રાજસદ્ધિને પણ રેગની જેમ તેના પર રાગ-આસક્તિ ન ધરાવતાં ભોગવે છે. રોગ ભોગવનારને જેમ રેગ ઉપર રાગ–પ્રેમ આવતો નથી પણ ખેદ આવે છે તેમ ઉત્તમ જી ભેગમના ફળરૂપ સુખસામગ્રીને રોગની જેમ ભોગવે છે. તેવા જીવોને તેવી સુખસામગ્રી ઉપર રાગ કે આસક્તિ નહિ હોવાથી અને કેવળ સાક્ષીભાવે તેવી પ્રવૃત્તિ સેવાતી હોવાથી, અન્ય અજ્ઞાની જીવને તેવી જ પ્રવૃત્તિ અતિ રાગ કે આસક્તિથી સેવતાં જે કિલષ્ટ કર્મને બંધ થાય છે તે કર્મબંધ જ્ઞાની વૈરાગીને થવા પામતો નથી, પરંતુ ઉદિત–ઉદય પામેલા ભેગાવલી કર્મને ક્ષય થવા પામે છે એ જ એની ખરી ખૂબી છે.
મુધ અજ્ઞાની જનેનું અન્યથા આચરણ–ઉપાયાયજી શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનાષ્ટકમાં વર્ણવે છે કે–જેમ ભૂંડ વિટામાં મગ્ન થઈ જાય છે તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનાચરણમાં મગ્ન રહે છે અને જ્ઞાની પુરુષ હંસની પેઠે જ્ઞાનાચરણમાં જ મગ્ન થઈ રહે છે. અજ્ઞાની જેનું આચરણ એથી અન્યથા પ્રકારનું