________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૫૭ ] પ૩. અખંડ બ્રહ્મચર્ય અર્થાત્ જીવનપર્યત મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાથી વિવેકી આત્મા બહુ જ ઊંચી દશાને પામે છે, એવા અનેક પુરુષો અને સતી સ્ત્રીઓના ઉત્તમ દાખલા આપણને એવી ઉત્તમ દશા પાળવા પ્રેરણા કરે છે.
૫૪. વિનયથી વિદ્યાની પ્રાપ્તિ અને સફળતા થાય છે; વિનયહીનને વિદ્યા ફળતી નથી.
૫૫. વિદ્યાગુરુ અને વિદ્વાન પ્રત્યે પૂજ્યભાવ ને બહુમાન રાખવાથી, તેમના સદ્ગુણોની પ્રશંસા કરતા રહેવાથી, તેમની નમસ્કારપૂર્વક ઉચિત સેવાભક્તિ કરવાથી, તેમની પ્રસન્નતા–પ્રસાદ ને અનુગ્રહનેહેરબાની મેળવી શકાશે. 1. પ૬. “વા વિદ્યા યા વિમુક્ત” જેથી અનાદિ અજ્ઞાન– મિથ્યા-બ્રાંતિ ટળે, ખરું આત્મભાન થવા પામે, જેના પરિણામે અનેક દે નાશ પામે અને સદ્ગણે પ્રગટે એવું શુદ્ધ-નિર્દોષ– પવિત્ર જીવન બને તે જ ખરી વિદ્યા જાણવી.
પ૭. ખરી વિદ્યાથી વિવેક પ્રગટે છે, એટલે ગુણદોષની ખરી ઓળખાણ થાય છે, વહેંચણ કરતાં આવડે છે, જેથી અમૃતની જેમ ગુણને આદર અને ઝેરની જેમ દોષને ત્યાગ કરવાનું સહેજે બને છે.
૫૮. તે જ ખરે વિદ્વાન છે જેને ખરી વિદ્યા વરી છે. ૫૯. ખરે વિદ્વાન સાદાઈ ને સંયમને સત્કારે છે.
૬૦. ખર વિદ્વાન રાગ-દ્વેષ ને ફોધાદિક કષાયોને દૂર કરવા પૂરતું લક્ષ્ય આપે છે.