________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૪૯ ] સાર આ અમૂલ્ય હિતવચન સહુ સુખના અથી જીવોએ હૃદયમાં કેરી–કતરી રાખવું જોઈએ.
૧૦. ધૈય અને ખંતથી ગમે તેવાં વિકટ કામ પણ પાર પાડી શકાય છે.
૧૧. વિવેકવાળા પુરુષાર્થ વડે અસાધ્ય જેવા જણાતાં કામ પણ સિદ્ધ થઈ શકે છે.
૧૨. “Haste is waste” અતિ ઉતાવળ અને અધીરાઈથી કરેલાં કામ અતિ હાનિરૂપ નિવડે છે. “ધીરજનાં ફળ મીઠાં છે.”
૧૩. મન, વચન અને કાયાની પવિત્રતા સારી રીતે સાચવવાથી એટલે સ્વવીય–સંરક્ષણરૂપ બ્રહ્મચર્યનું પાલન કરવાથી, સર્વ ઈષ્ટસિદ્ધિ થાય છે.
[ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૫,]
શરીર ઃ ભાડાનું ઘર છે. ૧. જેમ ભાડાનું ઘર વાપરીએ તો જ સારું રહે છે નહીં તો ભાડાને જે ખર્ચ થાય તે બધો વ્યર્થ જાય છે, તેમ આ શરીરને પરોપકાર, જપ, તપ વિગેરે કામમાં વાપરવામાં આવે છે તો જ તે લેખે થાય છે–સાર્થક થયું મનાય છે. નહીં તે તેના પિોષણમાં જે વ્યય કરવામાં આવે તે સઘળો વ્યર્થ જાય છે
૨. આ દેહ માટીના પિંડરૂપ છે, નાશવંત છે, નિંદાજુગુપ્સા એગ્ય છે અને રોગનું ઘર છે તેવા દેહવડે ધર્મ