________________
[ ૨૫૮ ]
- શ્રી કરવિજયજી કેટલું ? તેનો વિચાર કર જોઈએ. તેણે ઈ ચારિત્રની પ્રતિષ્ઠા, તેણે ઈ તેની પેઢીની આબરુ, તેણે ખયાં આત્માનાં સંતોષ અને શાંતિ, તેણે ખાયે ભવિષ્ય માટે લાભ અને તેથી પણ વધારે ગેરલાભ તો એ થાય છે કે તેનામાંથી ન્યાયનું તત્વ ચાલ્યું જાય છે. વૃદ્ધો કહેતા આવ્યા છે કે-“લાખ જજે પણું શાખ ન જજો” પણ અત્યારે તે છડેચોક એ વચનને અનાદર કરાય છે. તેમ નહીં કરતાં ખૂબ પ્રમાણિક બને, એ જ વિજયની આવી છે, ચારિત્રની ચાવી છે, પ્રતિષ્ઠાનો પ્રાણ છે, આત્માની શાન્તિ અને ઉન્નતિ છે અને ન્યાય–નીતિને ધેરી રસ્તે છે.
કાર્યદક્ષતા–પ્રમાણિકતાની સાથે કાર્યદક્ષતા નામના ગુણની ભારે અગત્ય છે. તે ગુણમાં ઘણા ગુણેનો સમાવેશ થાય છે. તે ગુણેમાંથી થોડા મુખ્ય ગુણે અહીં બતાવવામાં આવે છે.
(૧) સમયપાલન–જે સમયે જે વસ્તુ કે જે માલ કેઈને આપવા વચન આપ્યું હોય તે પ્રમાણે તેને આપવું તે સમયપાલન છે. - (૨) સાચી હરીફાઇ–પિતાનો માલ વધારે સારો બનાવ તથા રાખવો–ગોઠવ એ વિજયનું એક ચિહ્ન છે.
(૩) ખંતથી મંડયા રહેવું–કઠિન લાગતું કેઈ કામ મુલતવી નહીં રાખવાની ટેવ જરૂરની છે. કાર્યને મુલતવી રાખવાથી હાથ ધરવાના કામની કઠિનતા કે અપ્રિયતા ઓછી થતી નથી બલ્ક વધે છે અને પછી તે કામ કરવામાં વધારે અશક્તિ જણાય છે, વળી તેથી (કાર્યને મુલતવી રાખવાની ટેવથી) મનુષ્યમાં અનિશ્ચિતતા, અપ્રમાણિક્તા, અસત્ય અને વચનભંગ વિગેરે અનર્થો ઉપજે છે. જેઓ મુલતવી રાખવાની ટેવને જતી