________________
લેખ સંગ્રહ : ૪ :
( ૧૯૧ ]
૧૯. તીર્થયાત્રા કરનાર ભાગ્યશાળી મનુષ્ય ભૂતળમાં સંઘપતિ થાય છે તેથી આ વાત સત્ય થઈ છે કે ધર્મસેવનથી જય પમાય છે.
૨૦. દયા સર્વ જનેને અભીષ્ટ છે અને તે વીતરાગ-સર્વએ, ઉપદેશેલી છે, એ તો “દૂધમાં સાકર ભળી” તથા “જોઈતું હતું અને વૈદે કહ્યું” એવી ઉક્તિની સમાન ગણવા ચગ્ય છે. - ૨૧. જેમ “ગઈ તિથિ બ્રાહ્મણ પણ વાંચતા નથી. તેમ પૂર્વે કરેલાં પાપને ધમીજને અનુમોદન આપતા નથી. ..
રર જેમ પાણીના માર્ગે પાણી શીઘ્ર વહી જાય છે તેમ ધીર–ઉત્તમજને સ્વભાવે જ ઉત્તમ માળે જાય છે.
૨૩. જેમ ઉપાય કરવાથી પાણીની ગતિ (ધાર્યા પ્રમાણે) નીચે ઊંચે થાય છે, તેમ ઉપદેશ દેવાથી પાપસ્વભાવવાળાની (પાપ પરિહરવાવડે) સદ્દગતિ થઈ શકે છે.
' • ૨૪. જેમ વટેમાર્ગુઓ દૂરથી પણ વૃષ્ટિ થયાની વાતો કરે છે, તેમ જિનેત દયા–દાનાદિક ધર્મને બીજા ધર્મવાળા પણ વખાણે છે-વિસ્તારે છે. - ૨૫. સંપૂર્ણ કળાકાર મેરના નૃત્યની જેમ પરંપરાગત ધર્મ વગર સર્વ કરણું શોભતી નથી.
૨૬. કમાગત સુસાધુસમુદાયને તજી, મોહવશ વિકળ બની, સાયરને તજી જેમ દેડકાં ખાબોચીયાને અશ્રય લે છે તેમ અજ્ઞજને અન્ય અસાર સમુદાયને આશ્રય શોધે છે.