________________
લેખ સંગ્રહ : ૪ :
| [ ૧૨૫ ] ૧૬. સ્પંડિલ–માત્રુ વિગેરે કરવાના કે પરઠવવાના સ્થાને અણજાણહ જસ્સગ્ગ” પ્રથમ કહું અને પાઠવ્યા પછી ત્રણ. વાર “સિરે” કહું.
૧૭. મનગુપ્તિ, વચનગુપ્તિ પાળવા માટે મન અને વચન રાગકુળ થાય તે એકેક નિવિ કરું અને કાયકુચેષ્ટા થાય તે ઉપવાસ કે આયંબિલ કરું.
૧૮. અહિંસા વ્રતે પ્રમાદાચરણથી મારાથી બેઇદ્રિય પ્રમુખ જીવની વિરાધના થઈ જાય તે તેની ઇંદ્રિયે જેટલી નિવિઓ કરું. સત્યવ્રતે ક્રોધ, લોભ, ભય અને હાસ્યાદિકને વશ થઈ જૂઠું બોલી જાઉં તે આયંબિલ કરું.
૧૯. અસ્તેય વ્રતે પહેલી ભિક્ષામાં આવેલા જે વૃતાદિક પદાર્થો ગુરુમહારાજને દેખાડ્યા વિનાના હોય તે વાપરું નહિ અને દાંડે, તરપણું વગેરે બીજાની રજા વિના લઉં કે વાપરું નહિ અને લઉં વાપરું તે આયંબિલ કરું. * ૨૦. બ્રહ્મતે એકલી સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરું અને સ્ત્રીઓને સ્વતંત્ર ભણાવું નહિ. પરિગ્રહ પરિમાણ વ્રતે એક વરસ ચાલે એટલી ઉપાધિ રાખું પણ તેથી વધારે રાખું નહિ. પાત્રા, કાચલ પ્રમુખ પંદર ઉપરાંત ન રાખું. રાત્રિભેજન– વિરમણવ્રતે અશન, પાન, ખાદિમ, વાદિમની લેશમાત્ર સંનિધિ રેગાદિક કારણે પણ કરું નહિ.
૨૧. મહાન રેગ થયો હોય તો પણ ક્વાથને ઉકાળો ને પીઉં તેમ જ સાંજે છેલ્લી બે ઘડીમાં જળપાન ન કરું.'