________________
લેખસંગ્રહ : ૪ :
[ ૮૯ ] સલાહકાર મંત્રી સમી, નિયમિત કામ કરવામાં સાવધાન દાસી સમી, ભેજનાદિ સામગ્રી પ્રેમપૂર્વક પીરસવામાં માતા સમી, શધ્યાદિક સામગ્રી પૂરી પાડવા રંભા સમી, પોતાના પ્રિય પતિની પ્રસન્નતા અથવા અનુકૂળતા જાળવનારી અને ક્ષમાવડે પૃથ્વી સમી સહનશીલ–એ છ ગુણવાળી ભાર્યા કુળને ઉદ્ધાર કરી શકે છે.
૩૦. આવી નારી પુ ગે પ્રાપ્ત થઈ શકે?—સતી ( પતિવ્રતા), સુરૂપ, સુશીલા, સહુને વહાલી લાગે તેવી, વિનયવંતી, પતિને મનગમતી, સરલ સ્વભાવી, તેમજ સદાચારના વિચારમાં સદા કુશળ એવી સુગુણી સ્ત્રી માણસને પુન્યાગે પ્રાપ્ત થઈ શકે છે.
૩૧. જીવદયા-પ્રશંસા:-જીવદયા ધર્મનું મૂળ છે. જયાં (જેમાં) જીવદયા નથી તેનું કૃત પાતાલમાં પેસી જાઓ, ચતુરાઈ વિલય પામે અને બીજ ગુણે અલોપ થાઓ ! જીવદયાવડે જ તે બધા સાર્થક છે. - ૩૨. પાપની અધિકતાથી: સાધુ, સ્ત્રી, બાલ અને વૃદ્ધોની કોઈપણ પ્રકારે સતામણું કરવાથી અને તીર્થોને ઉલ્લંઘી જવાથી અનાદરને કારણે ચાલતું વિમાન અટકી સ્થિર થઈ જાય છે. તાત્પર્ય કે પૂર્વોત સાધુ-સંત વિગેરેને કઈ રીતે પીડા ઉપજાવવી નહીં તેમજ તીર્થની પવિત્ર ભૂમિને અનાદરથી ઉલ્લંઘીને ચાલ્યા જવું નહીં, પણ તેમની બનતી સેવા કરવી.
- ૩૩. નારીસંગથી થતાદેષ-નારીને તાકી તાકીને જેવાથી ચિત્ત ચારાય છે, સ્પર્શ કરતાં બળહાનિ થાય છે અને સંગમ કરતાં વિર્ય હાનિ થાય છે.