________________
લેખ સગ્રહ : ૪ :
[ ૧૧૫ ]
નથી. તેવાઓના જન્મની પાછળ મહાન ભેદભર્યું રહસ્ય છુપાયેલુ હોય છે. જે સમયમાં મહાવીર જન્મ્યા હતા તે સમયની ભારતવર્ષની સ્થિતિ બહુ વિચિત્ર અને અસ્તવ્યસ્ત હતી. એથી તત્કાલીન પ્રજામાં એટલી બધી અશાન્તિ પ્રસરેલી હતી કે તે વખતે એક સમર્થ ઉદ્ધારક પુરુષાના અવતારની પરમ આવશ્યકતા હતી. શ્રી મહાવીરનું કાર્ય ક્ષેત્ર એ આવશ્યકતાને પૂર્ણ કરવાનું હતું. દુનિયાના કરુણ આર્ત્તનાદે મહાવીરને વિષયવિલાસથી 'વિરક્ત અનાવ્યા હતા. અને એ વિરક્ત પ્રભુ એ જ શેાધમાં હતા કે દુનિયાને કરુણ કાલાહલ કેમ કરી શાન્ત થાય અને જગતના જીવાને સુખના ખરા માર્ગ કેવી રીતે સાંપડે ?
મહાવીરને એ દઢ સંકલ્પ હતા કે માતપિતાની હયાતી સુધી દીક્ષા ગ્રહણ ન કરવી. આવેા સંકલ્પ કરવામાં તેમણે એ કારણુ જોયું હતું કે તેમની ઉપર તેમના માતા-પિતાની અસીમ સ્નેહલાગણી હતી. દરેક માતા-પિતાને પેાતાના પુત્ર ઉપર સ્નેહભાવ તા હાય જ, એ તે એક સામાન્ય વાત છે; પણ જ્યારે મહાવીરે ગર્ભાવસ્થામાં પેાતાની માતાને દુ:ખ ન થાય એ માટે પેાતાનું હલન-ચલન ખૂંધ કર્યું હતું ત્યારે માતાને પેાતાના ગર્ભના સંબંધમાં અનિષ્ટ શકા થતાં પારાવાર શેકસતાપ ઉત્પન્ન થયેા હતા અને તેની ગંભીર અસર મહાવીરના વિવેકી હૃદય ઉપર થઇ હતી. એનું જ એ પરિણામ હતું કે તેમણે માતા-પિતાની હયાતી સુધીમાં તપાવન દીક્ષાના માર્ગ સ્વીકારવાનું મુલતવી રાખ્યું હતું.
મહાવીર અઠ્ઠાવીશ વર્ષની ઉંમરે તેમના માતા-પિતાના સ્વર્ગવાસ થયા પછી જ્યારે દીક્ષા ગ્રહણ કરવા તત્પર થાય છે