________________
श्रीकुमारविहारशतकम्
(૫૫)
. વિશેષાર્થ - તે ચૈત્યની અંદર સૂર્યકાંત મણિની પુતળીઓ આવેલી છે, જ્યારે સૂર્યનો ઉદય થાય છે, એટલે તે પુતળીઓમાંથી સુવર્ણની ગોલીઓથી પણ વધારે સુંદર એવા તણખાઓ પડે છે, ત્યારે ત્યાં માળા કરીને રહેલા શુકપક્ષીઓના બચ્ચાંઓ તેનાથી ત્રાસ પામે છે. તે જોઈ શાંત એવા મુનિઓને પણ હસવું આવે છે. ૪૮ द्वेषोन्मेषं वहद्भिर्द्विषति सुहृदि च प्रेमसीमानमन्यैदेवैः कार्यं किमेभिस्तुलितजनपदाचारसंस्कारविनैः । देवः सेव्योऽयमेकः समसुहृदहितः प्राप्तसंसारपारो यस्येत्थं केतुदंडः कथयति जगते किंकिणीनां निनादैः ॥४९॥
अवचूर्णिः- द्विषति द्वेषोन्मेषं उन्मेषः प्राकट्यं च पुनः सुहृदि प्रेमसीमानं वहद्भिः तुलितजनपदाचारसंस्कारविनैः अन्यैः एभिः देवैः किं कार्यं अस्ति । समसुहृदहितः प्राप्तसंसारपारः अयं एको देवः सेव्यः इत्थं यस्य केतुदंडः किंकिणीनां निनादैः जगते कथयति । तुलितः कृतो जनपदा ग्राम्याः तेषां आचारः संस्कारश्च तैः विस्राः दुर्गंधाः तैः ॥४९॥
* ભાવાર્થ - જેનો ધ્વજદંડ ઘંટડીઓના નાદથી જગને કહે છે કે, મિત્ર અને શત્રુ જેને સમાન છે અને જે સંસારના પારને પામેલ છે, તે આ એક જ દેવ સેવ્ય છે, બીજા આ દેવો શા કામના છે. કારણકે, બીજા દેવો શત્રુમાં દ્વેષભાવ અને મિત્રમાં પ્રેમભાવ ધારણ કરે છે અને વળી તેઓ દેશ તથા લોકાચારના સંસ્કાર પ્રમાણે વર્તી મલિન થયેલા છે. ૪૯
વિશેષાર્થ - તે ચૈત્યની ઉપર ઉચો ધ્વજદંડ છે. અને તેમાં રહેલી ઘંટડીઓના નાદ થાય છે. તે નાદ ઉપર કવિ ઉસ્પેક્ષા કરે છે કે, તે ધ્વજદંડ પોતાની ઘંટડીઓના નાદથી લોકોને કહે છે કે, “આ ચૈત્યની અંદર રહેલા એક જ દેવ તમારે સેવ્ય છે. કારણકે, તે મિત્ર