Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 172
________________ श्रीकुमारविहारशतकम् . ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્ય સર્વ રીતે ક્ષણે ક્ષણે એવું બને છે કે, જેની અંદર કપૂર અને અગરૂ ચંદનથી વિવિધ જાતનાં સ્નાત્રો થયાં કરતાં હતાં. જ્યાં ફરતી સ્ત્રીઓની ભીડને લઈને ચોસઠ શેરના, અઢાર શેરના, તથી નવ શેરના હારો તુટી જતા અને ઉતાવળથી તેમના દ્ી ભાગનાં વસ્ત્રો ખસી જતાં હતાં. છાતીઓના દબાવાથી જ્યાં રસ્તો મેળવી શકાતો હતો. જેમાં પોતાના વડિલોની સાથે અથડાવાથી નગરની કુલવાનું સ્ત્રીઓ શરમાઈને ખેદ પામતી હતી. જ્યાં નવી પરણેલી વધૂઓ પુત્રને માટે પ્રાર્થના કરતી હતી. જ્યાં મંગલિક ગીતો ગવાતાં હતાં, જ્યાં દેવીઓના સમૂહ કીડા કરતા હતા. જ્યાં ચારણ ભાટી કવિતાના પાઠ ભણતા હતા. જ્યાં નગરની સ્ત્રીઓ નૃત્ય કરતી હતી. જ્યાં સેંકડો યાચકોને બાજુબંધનાં દાન અપાતાં હતાં. સ્નાત્રજલ લેવાને માટે જ્યાં ચતુરાઈ અને ખુશામતવાળા ઉદ્ગારો ઉછળતા હતા. અને જ્યાં વિવિધ પ્રકારનાં નાટકનાં વાજાઓ ઉચે સ્વરે વાગતાં હતાં. ૧૧૪-૧૧૫ • વિશેષાર્થ - ગ્રંથકારે આ છેલ્લાં બે કાવ્યથી કુમારવિહાર ચૈત્યનું સર્વ પ્રકારનું ઉપસંહાર તરીકે વર્ણન કરી બતાવ્યું છે. અને તેથી તે ચૈત્યમાં થતાં સ્નાત્રો, દર્શનની ભીડો, પ્રાર્થનાઓ, મંગલગીતો, દેવીઓની ક્રિડાઓ, ચારણ ભાટની કવિતાઓ, યાચકોને દાનો, સ્નાત્રજલને માટે માંગણીઓ અને નાટકોના વાજિંત્રોના ધ્વનિઓનું દિગ્દર્શન કરાવ્યું છે. ૧૧૪-૧૧૫ आस्तां तावन्मनुष्यः प्रकृतिमलिनधीः शाश्वतालोकचक्षुवक्तुं वक्त्रैश्चतुर्भिर्विधिरपि किमलं तस्य सौंदर्यलक्ष्मीम् । क्षीणाशेषाभिलाषः परमलयमयं स्थानमाप्तोऽपि यस्मिनास्थां श्रीपार्श्वनाथस्त्रिभुवनकुमुदारामचंद्रश्चकार ॥११६॥

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176