Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 174
________________ श्रीकुमारविहारशतकम् રહી, પણ નિત્ય ઉદ્યોરૂપી નેત્રવાળો અર્થાત્ દિવ્ય દૃષ્ટિને ધારણ કરનારો બ્રહ્મા પણ પોતાના ચાર મુખથી તે ચૈત્યનું વર્ણન કરવાને સમર્થ નથી. કારણકે, જે ચૈત્યની અંદર નિઃસ્પૃહ અને પરમ સ્થાનને પ્રાપ્ત થયેલા પણ પાર્શ્વનાથ પ્રભુએ રહેવાને આસ્થા કરેલી છે. એટલે નિઃસ્પૃહ અને પરમ પદને પામેલા પ્રભુ જેમાં આસ્થા કરે તેવુ ચૈત્યનું વર્ણન કોનાથી થઈ શકે છે ? ગ્રંથકારે છેવટના પદમાં ‘રામચંદ્ર' એવું પોતાનું નામ પણ દર્શાવ્યું છે. આ ગ્રંથના કર્તા ‘રામચંદ્ર ગણી’ શ્રી હેમાચાર્યના સહાધ્યાયી હતા. ૧૧૬ इति श्रीरामचंद्रगणिविरचितं श्रीकुमारविहारशतकम् समाप्तम् । શ્રીરામચંદ્ર ગણીએ રચેલ શ્રીકુમારવિહારશતક સમાપ્ત થયું. श्रीमत्तपागच्छीयश्रीसोमसुंदरसूरि 'शिष्य श्रीविशालराजशिष्यपंडित विवेकसागर गणिशिष्यपंडितोत्तम - - विबुधराजसुधाभूषणगणिविरचिता अवचूर्णिः समाप्ता ॥ ૧૨૯ શ્રી તપાગચ્છના શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી વિશાલરાજ, તેમના શિષ્ય પંડિત વિવેક સાગર ગણી અને તેમના શિષ્ય પંડિતોમાં ઉત્તમ અને વિદ્વાનોના રાજા સમાન શ્રી સુધાભૂષણ ગણીએ રચેલી આ અવચૂર્ણિ સમાપ્ત થઈ.

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176