Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 165
________________ ૧૨) श्रीकुमारविहारशतकम् भूम्ना धूनयतोः शिरः प्रतिदिनं व्यालोक्य लोकोत्तरान् तांस्तान् यत्र विचित्ररत्नसुभगान् कुंभांस्तथा मंडपान् । साश्चर्य प्रतितोरणं प्रतिशिलं प्रत्युत्सवं तिष्ठतो - . બેંક જો િન નસ્ય સહામંતવાસ્તવયો: ૦૮ ____ अवचूर्णिः- यत्र प्रासादे प्रतिदिनं लोकोत्तरान् विचित्ररत्नसुभगान् तान् तान् कुंभांस्तथा मंडपान् विलोक्य भूम्ना बाहुल्येन शिरो धूनयतोः साश्चर्यं साद्भुतं प्रतितोरणं प्रतिशिलं प्रत्युत्सवं तिष्ठतोरागंतुवास्तव्ययो સદ્ધ વોરિ મે વ્યઃિ ન તક્ષ્યતે | બાલંતુઃ પ્રાર્થનાઃ III. ભાવાર્થ - પ્રતિ દિવસ લોકોત્તર દિવ્ય અને વિચિત્ર રત્નોથી સુંદર એવા તે તે કલશો અને તે તે મંડપોને જોઈ પોતાના મસ્તકને અતિશય ધુણાવતા અને દરેક તોરણે, દરેક શિલાએ અને દરેક ઉત્સવ આશ્ચર્ય સહિત રહેતા એવા પરદેશી મહેમાન અને ત્યાંના વતની વચ્ચે કોઈ જાતનો ભેદ વિદ્વાન પુરૂષોના જાણવામાં આવતો ન હતો. ૧૦૮ વિશેષાર્થ – તે ચૈત્યની અંદર બહારથી આવેલો પરદેશી અને ત્યાંનો વતની – એ બંનેની વચ્ચે કોઈ જાતનો તફાવત જોવામાં આવતો ન હતો; કારણ કે ત્યાંના હંમેશના વતનીને તે ચૈત્યને જોઈ જેવું આશ્ચર્ય થતું, તેવું જ પરદેશી નવા માણસને પણ થતું હતું. હંમેશાં ત્યાં રહેલા દિવ્ય અને વિચિત્ર રત્નોથી સુંદર એવા કલશો અને મંડપો જોઈ વિદેશી અને વતની બંને સરખી રીતે મસ્તક ધુણાવતા હતા. વળી તે ચૈત્યના દરેક તોરણે, દરેક મણિમય શિલાએ અને દરેક ઉત્સવે તેઓ બંને સરખી રીતે આશ્ચર્ય પામતા હતા. તે ઉપરથી વિદ્વાન પુરૂષો પણ વિદેશી અને વતનીનો તફાવત જાણી શકતા ન હતા. ૧૦૮

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176