Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 157
________________ श्रीकुमारविहारशतकम् ભાવાર્થ - પ્રસરતા કિરણોવાળા ચંદ્રકાંત મણિઓની દીવાલોની કાંતિઓના દિશાઓના ચક્રને વ્યાપ્ત કરનારા સમૂહ વડે જેનું પીઠતલ ઢંકાઈ ગયેલ છે એવા તે પ્રાસાદને વિષે હંમેશાં દેશાંતરથી આવતા લોકોને “આ ચૈત્ય આકાશમાં રહ્યું છે,' એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ૧૦ ' વિશેષાર્થ - આ શ્લોકથી કવિએ તે ચૈત્યની વિશ્વમાં વિખ્યાતિ દર્શાવી છે. દેશાંતરના ઘણા લોકો તે ચૈત્યની યાત્રા કરવાનું આવે છે. અને તે અજાણ્યા લોકો જ્યારે તેને પ્રથમ અવલોકે છે, તે વખતે તે ચૈત્યમાં રહેલાં ચંદ્રકાંતમણિઓની કાંતિનો પુંજ તેને આસપાસની દિશાઓમાં એટલો બધો વ્યાપી જાય છે, કે જેથી તે પ્રાસાદનું પીઠતલ ઢંકાઈ જાય છે તેથી તેઓ તે ચૈત્યને આકાશમાં રહેલું જાણે છે. ૧૦૦ शेषाहः शितयः फणामणिभुवः शोणा जिनांगोद्भवाः । श्वेताः कांचनकल्पितांगदरुहः पीताः प्रभाराशयः । नित्यान् यत्र विचित्रवर्णसुभगान् नेत्रैकगम्यस्थितीन् बाह्याभ्यंतरमंडपेषु तरलांश्चंद्रोदयान् कुर्वते ॥१०१॥ ___ अवचूर्णिः- यत्र प्रासादे बाह्याभ्यंतरमंडपेषु शेषाहे: शितयः फणामणिभुवः शोणा जिनांगोद्भावाः श्वेताः कांचनकल्पितांगदरुहः पीताः प्रभाराशयः प्रभासमूहाः विचित्रवर्णसुभगान् नेत्रैकगम्यस्थितीन नेत्राणां एका गम्या दृष्टुं योग्या स्थितिर्येषां चंद्रोदयानां तान् नेत्रैकगम्यस्थितीन् नित्यान् अविनश्वरान् तरलान् चपलान् चंद्रोदयान् कुर्वते । नीलं कृष्णमेकमिति न्यायात् पंचवर्णाः प्रभाराशय इति गम्यम् ॥१०१॥ ભાવાર્થ - જે ચૈત્યની અંદર બાહરના અને અંદરના મંડપોને વિષે નિત્ય રહેલા ચંદરવાને શેષનાગની નીલી, તેની ફાણાના મણિની રાતી, પ્રભુના અંગની ધોળી અને પ્રભુએ ધરેલા સુવર્ણના બાજુબંધની

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176