________________
श्रीकुमारविहारशतकम्
ચડસાચડસી થવાથી તેઓ પરસ્પર એટલા બધા ધ્વનિઓ કરે છે કે, તેમની વચ્ચે રાગની ઉચ્ચતાનો તફાવત જણાતો નથી, તેથી કિનરની સ્ત્રીઓ દેવીઓ તરફ મોટો રોષ કરી તેમના મંગલ ગીતને વ્યર્થ કરે છે અને દેવીઓ કિંન્નરની સ્ત્રીઓ પર રોષ કરી તેમના સંગીતને વ્યર્થ કરે છે. આ ઉપરથી તે ચૈત્યમાં કિંનરની સ્ત્રીઓ અને દેવીઓના નિત્યે ઉંચા સંગીત તથા મંગલ ધ્વનિઓ થાય છે, એમ દર્શાવ્યું છે. ૮૪
...
अश्मानस्तीव्ररश्मेर्घनतुहिनभरं संहरतः सहस्ये कुर्वंतो यत्र धूपज्वलनमुपरतक्लेशमुच्चैः प्रशस्याः । द्वेषाश्च च्छिद्रयंतः शिखिकणनिकरैश्चीनचीरावचूलान् शैलूषाणां कथंचिज्जनजनितमुदं विक्षिपंतश्च रंगं ॥८५॥
૯૫
अवचूर्णि :- यत्र प्रासादे सहस्ये पौषमासि घनतुहिनभरं संहरतः उपरतक्लेशं यथा स्यात्तथा धूपज्वलनं उच्चैः कुर्वतः प्रशस्यास्तीव्ररश्मेरश्मानः च पुनः शिखिकणनिकरै, शैलूषाणां चीनचीराणां अवचूलान् छिद्रयंतः च पुनः कथंचिज्जनजनितमुदं रंगं विक्षिपंतो द्वेष्याः संतीत्यध्याहारः । शैलूषाः • नटा · इति भरतनाट्याचार्य: । चीनचीरं विदेशीयधवलवस्त्रं तस्य चूलाश्चरणास्तेषां अवचूलाः प्रदेशास्तान् । द्वेष्या द्विष्टाः एतावता यत्र प्रासादे मित्राणि दुर्जनाश्च संतीतिभावः ||८५||
ભાવાર્થ - જે, કુમારવિહાર ચૈત્યમાં પોષ માસની અંદર સૂર્યકાંતમણિઓ બરફના સમૂહને તોડી ક્લેશને શમાવાને ધૂપને ઉંચે પ્રકારે પ્રજ્વલિત કરે છે, તેથી તે પ્રશંસા કરવા યોગ્ય થાય છે અને તે જ પાછા પોતાનામાંથી નીકળતા અગ્નિના તણખાના સમૂહથી નટ લોકોના ચીનાઈ વસ્ત્રોના છેડાને દઝાડી છિદ્રવાલા કરવાથી લોકોને હાસ્ય ઉત્પન્ન કરાવી રંગભૂમિમાં વિક્ષેપ કરે છે, તેથી તે દ્વેષ કરવા લાયક થાય છે. ૮૫