Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 143
________________ (૯૮ श्रीकुमारविहारशतकम् - ભાવાર્થ - જે ચૈત્યની અંદર રાત્રે પોતાના હાથના મધ્ય ભાગે રાખેલા પ્રભુના સ્પષ્ટ મણિમય મુગટની કાંતિઓથી દિશાઓને ઉધોત કરનારી પોતાની મૂર્તિનું રત્નમય દીવાલની અંદર પ્રતિબિંબ પડેલું જોઈ તે ચૈત્યનો પૂજારી (ગોઠી) “ચાલો, ચાલો, જલ્દી આ ભવનની અંદર કોઈ નવો માણસ (ચોર) અદષ્ટ પેસી ગયો છે.' એમ ઉચે સ્વરે પોકાર કરી કરી પહેરેગીરોના સમૂહને કંટાળો આપે છે. ૮૭ “ વિશેષાર્થ - ગ્રંથકારે આ શ્લોકથી ભ્રાંતિમાનું અલંકાર દર્શાવી તે ચૈત્યની મણિમય દીવાલની શોભા વર્ણવી છે. અને તે ચૈત્યના પૂજારી (ગોઠી)ની પણ ભ્રાંતિ સૂચવેલી છે. ચૈત્યપૂજકના હાથમાં રહેલા પ્રભુના મણિમય મુગટની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરતી તે પૂજકની મૂર્તિ દિવાલમાં પડવાથી તેને કોઈ બીજો માણસ અંદર પેસી ગયો છે, એવું જાણી તે પહેરેગીરોને પોકાર કરી બોલાવે છે. પહેરેગીરો આવી તપાસ કરે છે, ત્યાં તે વાત ભ્રાંતિવાલી નીકલે છે. તેવી રીતે ઘણીવાર ભ્રમથી પૂજારી પહેરેગીરોને બોલાવ્યા કરે છે અને તેથી તેમને કંટાળો ઉપજાવે છે. ૮૭ शृंगस्थेभ्यो हरिभ्यः प्रतिभयवशतः कातरः स्वःकरेणुनश्यन् दैत्यांगनानां मुखकमलवनं नेष्यते हास्यलक्ष्मीम् । तस्मादारोढुमुच्चैःश्रवसि हयपतौ सांप्रतं सांप्रतं वः पौलोमी शक्रमेवं निगदति चलितं यस्य यात्रोत्सवाय ॥८॥ ___ अवचूर्णिः- शृंगस्थेभ्यः हरिभ्यः प्रतिभयवशतः कातरो नश्यन् स्वःकरेणुरैरावणगजः दैत्यांगनानां मुखकमलवनं हास्यलक्ष्मी नेष्यते प्रापयिष्यते तस्मात्कारणावो युष्माकं हयपतौ उच्चैःश्रवसि आरोढुं चरितुं सांप्रतमिदानी सांप्रतं युक्तं एवमनेन प्रकारेण पौलोमी इंद्राणी यस्य प्रासादस्य यात्रोत्सवाय

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176