________________
૧૦)
श्रीकुमारविहारशतकम्
अवचूर्णि:- यस्य प्रासादस्य राकाभर्तुः पूर्णिमेंदोः स्फटिकजयितया मयूखैः किरणैः उपचयं वृद्धिं अधिकं यथा स्यात्तथा लंभिते प्रापिते व्योमभाजि चंचच्चंद्राश्मस्तंभभित्तिप्रभवनवरुचां कुट्टिमे हिमगिरिशिखरोत्संगवेदीभ्रमेण विश्राम्यतः लोलपक्षाः विहंगाः निनादै रावैः तुमुलितवियतः कोलाहलितव्योमानः क्षोणीपीठे पतंति । चंचच्चंद्राश्मानश्चंद्रकांतास्तेषां स्तंभा भित्तयस्ताभ्यो प्रभवा नवीना रुचः तासां । कुट्टिमे बद्धभूमिके ॥८९॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની ચળકતા ચંદ્રકાંત મણિના સ્તંભો તથા દીવાલોમાંથી ઉત્પન્ન થતી નવીન કાંતિઓથી આકાશના ભાગમાં થયેલો જમીનનો દેખાવ પૂર્ણિમાના ચંદ્રના કિરણોથી અધિક વૃદ્ધિને પામે છે, તે ઉપર પક્ષીઓ હિમાલય પર્વતના શિખરના મધ્ય ભાગની વેદિકાના ભ્રમથી વિશ્રાંત થવા જાય છે, તેવામાં તેઓ શબ્દોથી આકાશને ગજાવતાં અને પાંખોને તરફડાવતાં પૃથ્વી તલ ઉપર પડે છે. ૮૯
વિશેષાર્થ - આ શ્લોકમાં કવિ બ્રાંતિમાનું અલંકારથી ચૈત્યની ચંદ્રકાંત મણિમય શોભાનું ચમત્કારી વર્ણન કરે છે. તે ચૈત્યની અંદર ચારે તરફ ચંદ્રકાંતમણિઓ જડેલા છે; જ્યારે પૂર્ણચંદ્રનો પ્રકાશ તેની ઉપર પડે છે, તે વખતે તે મણિઓની કાંતિમાં વધારો થાય છે, તેને લઈને આકાશમાં જમીનનો દેખાવ થઈ રહે છે. આથી ઉચે ઉડતા પક્ષીઓને હિમાલય પર્વતના શિખરની વેદીની ભ્રાંતિ થાય છે, તેથી તેઓ તે ઉપર બેસવા જાય છે, તેવામાં તેઓ શબ્દોથી આકાશને ગજવતા અને પોતાની પાંખો ફફડાવતા નીચે પૃથ્વી ઉપર પડે છે. ૮૯
प्रतिरजनि निशीथे यत्र नेत्रैकलेह्यान् त्रिदशपुरपुरंध्रीरासकान् दृष्टुकामाः ।