________________
श्रीकुमारविहारशतकम्
૧૦૭
દેખાય છે, આવો ધ્વજદંડ જેના શિખર ઉપર છે, એવા તે ચૈત્યને ઉદ્દેશીને કવિ ઉસ્વેક્ષા કરે છે કે, એ ધ્વજદંડવાળું ચૈત્ય પૃથ્વીરૂપી સ્ત્રીનો હાથ છે, તે એક ઉચી આંગળી કરી લોકોને જણાવે છે કે, ‘સર્વ દેવતાઓમાં પાર્શ્વનાથ પ્રભુ અદ્વિતીય છે, તેમના જેવો બીજો કોઈ દેવ નથી. લોકોમાં પણ એકની સંખ્યા બતાવાને માટે હાથની એક આંગળી ઉભી કરવાનો પ્રચાર છે. ૯૫ पश्यंस्त्यक्तनिमेषमद्भुततमांस्तांस्तान्बहिर्मध्यगान् ભૂમાનિતરેતરાધનાક્ષિક હેડ પર मर्त्यत्वेऽपि जिनप्रभाववशतः प्राप्तामरत्वः क्षिति पद्भ्यां कश्चिदसंस्पृशंस्तत इतो यस्यांगणे भ्राम्यति ॥१६॥
अवचूर्णिः- यस्य प्रासादस्य अंगणे त्यक्तनिमेषं यथा स्यात्तथा अद्भुततमान् तान् तान् मध्यगान् भूभागान्बहिः पश्यन् इतरेतरांगघटनात् परैरुत्क्षिप्य उत्पाटितदेहः पद्भ्यां क्षितिं असंस्पृशन्मर्त्यत्वेऽपि मनुष्यत्वेऽपि जिनप्रभावतः प्राप्तामरत्वः कश्चित्पुरुषः इतस्ततो भ्राम्यति। देवोऽपि चतुरंगुलेन भुवं न स्पृशति विमानादिना उत्पाटितदेहः स्यात् । एतावता तिलः पतितोऽपि • यत्र न माति एवंविधो जनानां संमर्दो यत्रास्तीति भावः ॥१६॥
ભાવાર્થ - કોઈ પુરૂષ તે કુમારવિહાર ચૈત્યના આંગણામાં . બાહરથી તેના અતિ અદ્ભુત મધ્યમાં રહેલા ભૂમિના ભાગને અનિમેષ દિષ્ટિએ જોતો હતો, પરસ્પર ભીડમાં રહેલા એક બીજાના અંગની ઘટનાથી બીજાઓએ તેના દેહને ઉચકી લીધો એટલે પૃથ્વીને સ્પર્શ કર્યા વગર આમ તેમ ભમતો હતો, તે જાણે મનુષ્યપણામાં પણ જિન ભગવંતના પ્રભાવથી દેવપણાને પ્રાપ્ત કર્યું હોય, તેવો દેખાતો હતો. ૯૬