________________
૧૦૮
श्रीकुमारविहारशतकम् વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકારે તે ચૈત્યની અંદર થતી લોકોની ભારે ભીડ દર્શાવી છે. તે ચૈત્યના આંગણામાં કોઈ પુરૂષ આવી તેની રમણીય ભૂમિના ભાગને બાહર રહી એકી નજરે જોતો હતો, તે લોકની ભીડમાં આવતાં તેને બીજાઓએ ઊંચકી લીધો હતો, તેથી પૃથ્વીને અડક્યા વગર આમ તેમ ભમવા લાગ્યો. તે ઉપર કવિ ઉસ્વેક્ષા કરે છે કે, શ્રી જિન ભગવાનના પ્રભાવથી તે પુરૂષે જાણે મનુષ્યપણામાં પણ દેવપણું પ્રાપ્ત કર્યું હોય, તેવો તે દેખાતો હતો, દેવતા અનિમેષ દષ્ટિએ (મટકું માર્યા સિવાય) જુએ છે, તેમ તે પુરૂષ ચૈત્ય ભૂમિના રમણીય ભાગને તેવી દષ્ટિથી જોતો હતો, દેવતા પૃથ્વીથી ઉચે ચાલે છે, એટલે દેવતાના ચરણ પૃથ્વીને અડકતા નથી, તેમ તે પુરૂષ ભીડને લઈને બીજાઓએ ઊચકવાથી પૃથ્વીને સ્પર્શ કર્યા વગર ભમતો હતો.. આ ઉપરથી કવિએ એમ દર્શાવ્યું છે કે, તે ચૈત્યમાં એટલી બધી ભીડ હતી કે, જો તલનો દાણો પણ નાખ્યો હોય તો તે જમીન ઉપર પડતો ન હતો. ૯૬ भाग्यप्रागल्भ्यलभ्यां किमपरममरैरप्यसाध्यामवाच्यां अश्रद्धेयामशेषत्रिजगदभिनुतां यस्य सौंदर्यलक्ष्मी । निध्यायन्निर्निमेषं पुलकघनवपुलॊचनानां सहस्रम् । स्पष्टं तुष्टाव सृष्टिं क्षितिमधिवसतां मानवानां च शक्रः ॥१७॥
___ अवचूर्णिः- यस्य प्रासादस्य भाग्यप्रागल्भ्यलभ्यां अवाच्यां अश्रद्धयां अशेषत्रिजगदभिनुतां अपरं किं अमरैरपि असाध्यां निष्पादयितुमशक्यां सौंदर्यं सौभाग्यं तस्य लक्ष्मी निर्निमेषं निर्ध्यायन् पुलकघनवपुः शक्रः स्पष्टं लोचनानां सहस्रं च पुनः क्षितिं पृथ्वीमधि मध्यं अधिवसतां मानवानां सृष्टिं सर्जनं तुष्टाव स्तौति स्म । अवाच्यां वक्तुमशक्यां अश्रद्धयां श्रद्धातुमयोग्यां ॥९७॥