________________
श्रीकुमारविहारशतकम्
૧૦] क्रमलयविमुखान् सविधसहचरीसंभृतोत्तालमालान् गीर्वाणान् द्रष्टुकामाः पौराः नागरिकाः स्वर्णोपचारैः यामिकान् प्रहरकं अनिशं अर्थयंते याचंते । स्वर्णस्य उपचाराः सत्काराः तैः । क्रमः परिपाटी लयो ध्यानं तयोः विमुखाः पराङ्मुखाः । सविधे समिपे याः सहचर्यः सख्यः ताभिः संभृता भृता उत्तालाः फालास्तेषां माला ओघः ॥९२॥
ભાવાર્થ - કુમારવિહાર ચૈત્યમાં અર્ધરાત્રે પાર્શ્વનાથ પ્રભુના ચરણ કમળની પૂજા કરવાની શ્રદ્ધાથી વૃદ્ધિ પામતા હર્ષને લઈને પરિપાટી તથા ધ્યાનથી વિમુખ થઈ નાટક કરતા, અને પોતાની સમીપે રહેલી સહચરીઓએ જેમના તાલના સમૂહને ધારણ કરેલા છે, એવા દેવતાઓને જોવાની ઈચ્છા રાખતા નગરજનો પહેરેગીરોને સુવર્ણનો સત્કાર કરી જોવાના પહોરની માગણી કરે છે. ૯૨
વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યની અંદર અર્ધરાત્રે દેવતાઓ નાટક કરવા આવે છે, તે વખતે તેમને પૂજા કરવાની એટલી બધી શ્રદ્ધા વધે છે કે, જેના હર્ષથી તેઓ પૂજાની પરિપાટી તથા ધ્યાનથી વિમુખ • થઈ નાટક કરવા મંડી જાય છે, તે વખતે તેમની સહચરી દેવીઓ તેમને તાલ આપે છે. આ દેખાવ જેવાને નગરના પુરૂષોને એટલી બધી ઈચ્છા ઉત્પન્ન થાય છે કે જેથી તેઓ પહેરેગીરોને સુવર્ણ દ્રવ્યની લાંચ આપી તેમનો પહેરો લેવાની માગણી કરે છે. કારણકે જો તેઓ પહેરેગીરોનું કામ કરે તો તેમને દિવ્ય નાટક જેવાનો લાભ મળે. ૯ર
यत्रालेख्यसभासु चित्ररचनासौभाग्यसंपादनासंरंभः फलमेति शिल्पकृतिनामेकत्र भित्तौ क्वचित् । सांमुख्यं भजतां पुनर्मणिशिलाव्यासंगरंगत्त्विषां बिंबोल्लासवशेन चित्रघटना भित्त्यंतराणामपि ॥१३॥
છે કે - પરિવટિર્નયો |