________________
श्रीकुमारविहारशतकम्
' વિશેષાર્થ - કુમારવિહાર ચૈત્યમાં તળીયાની શિલાઓ, ઉબરાઓ અને કલશો ચંદ્રકાંતમણિથી બનેલા છે, તેની કાંતિઓ એવી રીતે ભમ્યા કરે છે, કે જેઓ જળના જેવી દેખાય છે. તેથી ત્યાં દર્શન કરવાને આવતી કુલીન સ્ત્રીઓ તે ઠેકાણે જળ છે એવું ધારી તે કેટલું ઉડું. હશે એવી શંકા કરે છે અને તેને લઈને તે પગ મુકતાં ભય પામે છે. આવી રીતે જળના માપની શંકા રાખતી અને તેથી ભય સહિત પગલા મૂકતી તે સ્ત્રીઓ તેની અંદર પ્રવેશ કરે છે. આ ઉપરથી ચૈત્યના ઉબરાના કલશની શોભા કેવી ઉત્તમ છે ? એ વાત દર્શાવી છે. પ૬
यामिन्यां यत्र लोकाः प्रतिकलविगलच्चंद्रकांतांबुपांतै-- व्य॑स्तन्यस्तातपत्राः शिरसि मधुमयं गीतमाकर्णयंति। . सूर्याश्मोच्छालितेभ्यः पुनरहनि लसज्जातवेदःकणेभ्यः संत्रस्ताः पाणिपद्मस्थितजलकरकास्तोरणं सज्जयंति ॥५७॥
अवचूर्णिः- यत्र प्रासादे यामिन्यां रात्रौ प्रतिकलविगलचंद्रकांतांबुपातैः शिरसि व्यस्तन्यस्तातपत्राः लोकाः मधुमयं मधुतुल्यं गीतं आकर्णयंति शृण्वंति इत्यर्थः । पुनरहनि दिने सूर्याश्मोच्छालितेभ्यः लसज्जातवेदःकणेभ्यः संत्रस्ताः पाणिपद्मस्थितजलकरकाः लोकाः महापूजादिषु तोरणं सज्जयंति सज्जं कुर्वंति । व्यस्ताः अमिलिताः ॥५७॥
ભાવાર્થ - જે ચૈત્યમાં લોકો રાત્રે દરેક સ્થાને ગળતા એવા ચંદ્રકાંત મણિના જળના પડવાથી મસ્તક પર અવલી છત્રીઓ ધરીને મધુર ગીતો સાંભળે છે. અને દિવસે સૂર્યકાંત મણિમાંથી ઉછળતા અગ્નિના તણખાને લઈને તેમના હસ્તકમલમાંથી ખસી પડેલા જલન પાત્રોથી તોરણો રચે છે. ૫૭