________________
ગાથા ૪૨–૫૦]
ભાવાનુવાદ ગયા પછી વીતરાયન દેશઘાતી રસ બાંધે છે. ત્યારબાદ સંખ્યાતહજાર સ્થિતિઘાત થઈ ગયા પછી સંજવલનચતુષ્ક અને નવ નેકપાય આ મેહનીયની ૧૩ પ્રકૃતિનું અંતરકરણ કરે છે. અર્થાત ઉપર નીચેની સ્થિતિ છેડી વચ્ચેની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિગત દલિકોને સમયે સમયે ખાલી કરે છે. આ અંતરકરણની ક્રિયા એક સ્થિતિબંધના અંતમુહૂર્ત પ્રમાણ કાળમાં સમાપ્ત થાય છે.
(૪૨) અંતરકરણક્રિયા વખતે ઉદયવાળી પ્રકૃતિની પ્રથમ સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ અને અનુદયવતી પ્રકૃતિની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ હોય છે. નપુંસકવેદ અને સ્ત્રીવેદની પ્રથમસ્થિતિ સૌથી થોડી તથા બની પરસ્પરતુલ્ય. તેના કરતાં પુરુષવેદની પ્રથમસ્થિતિ વિશેષાધિક. તેના કરતાં ક્રોધ, માન, માયા અને લેભની પ્રથમ સ્થિતિ ક્રમશઃ વિશેષાધિક હોય છે.
(૪૩) અંતરકરણ કરતી વખતે ઉપર નીચેની સ્થિતિની વચ્ચેની અંતર્મુહૂર્ત પ્રમાણુ સ્થિતિમાંથી પ્રદેશને ઉપાડી ઉપાડીને ઉદયવાળી પ્રકૃતિની પ્રથમસ્થિતિમાં નાંખે અને બધ્યમાનપ્રકૃતિઓની અબાધારહિત દ્વિતીય સ્થિતિમાં નાંખે છે.
(૪૪-૪૫) અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી મોહનીયને (૧) સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ (૨) એકઠાણીયે રસબંધ (૩) એકઠાણીએ રદય (૪) આનુપૂર્વી સંક્રમ (૫) લેભને અસકમ (૬) નવા બંધાતાં સર્વકર્મોની બંધાયા બાદ છ આવલિકા ગયા પછી ઉદીરણું અને (૭) નપુંસકવેદની ક્ષપણું આ સાત અધિકારવસ્તુઓ એકી સાથે પ્રવર્તે છે–થાય છે.
(૪૬) અંતરકરણની ક્રિયા પૂર્ણ કરનાર જીવને વિવક્ષિત કઈ એક સમયે, મેહનીયકમને રસબંધ, રસદય અને રસસંક્રમ અનુક્રમે અનંતગુણ હોય છે. હવે દલિજેને આશરીને બંધ-ઉદય અને સંક્રમ કહીશું.
(૪૭-૪૮-૪૯) પ્રદેશબંધ, પ્રદેશદય અને પ્રદેશસંક્રમ અનુક્રમે અસંખ્યાતગુણ હોય છે. પૂર્વ પૂર્વ સમયની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયે મોહનીયને રસબંધ અને રોદય અનંતગુણહીન હોય છે. રસખંડને ઘાત થયા બાદ રસસંક્રમ અનંતગુણહીન થાય છે. અને ઉત્તરોત્તર સમયે પ્રદેશબંધ વેગના અનુસારે ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે-અસંખ્યાતભાગવૃદ્ધ, સંખ્યાતભાગવૃદ્ધ, સંખ્યાતગુણવૃદ્ધ અને અસંખ્યાતગુણવૃદ્ધ અથવા અસંખ્યાતભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન અને અસંખ્યાતગુણહીન પ્રદેશબંધ થાય છે. તેમજ યંગ જે અવસ્થિત હોય તે અવસ્થિત પ્રદેશબંધ પણ થાય છે. ઉત્તરોત્તરસમયે પ્રદેશોદય અને પ્રદેશસંક્રમણ અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ હોય છે.
(૫૦) વિવક્ષિત કઈ એક સમયમાં મોહનીયને રોદય વધારે હોય છે. તેના કરતાં તે જ સમયે રસબંધ અનંતગુણહીન હોય છે. તેના કરતાં અનંતર સમયે રદય
૧. અંતરકરણની નીચેની સ્થિતિ એ પ્રથમસ્થિતિ અને ઉપરની સ્થિતિ એ દ્વિતીયસ્થિતિ. જુઓ– ક્ષપકશ્રેણિ ટીકામાં ચિત્ર નં. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org