Book Title: Khavag Sedhi
Author(s): Premsuri
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

View full book text
Previous | Next

Page 785
________________ ૩ર. નવગામેઠી [ગાથા ૨૬૫-૨૭૧ (૨૬૫) અગિકેવલિગુણસ્થાનકના ચરમસમયે મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાયુષ્ય, ત્રસ, બાર, પર્યાપ્ત, પચંદ્રિયજાતિ, યશકીર્તિ, સુભગ, આદેય અને શાતા કે અશાતા આ ૧૨ અને જિનના બાંધેલું હોય તે ૧૩ પ્રકૃતિને સત્તામાંથી વિચ્છેદ થાય છે. (૧૩ પ્રકૃતિઓને વિચ્છેદ તીર્થકર ભગવાનને આશીરીને થાય) તથા મનુષ્યાનુપૂર્વી સિવાય ઉપયુત પ્રકૃતિઓને ઉદય વિચછેદ થાય છે. (૨૬૬) કેટલાક આચાર્ય ભગવંતે કહે છે કે મનુષ્યાનુપૂર્વીની સત્તાને પણ વિચ્છેદ અગિકેવલિગુણસ્થાનકના ચરમસમયે થાય છે. આ કર્મ ક્ષયની પ્રક્રિયાની અંતે સમયાંતર અને પ્રદેશાંતરને નહિ પíતે આત્મા એ જ સમયે સિદ્ધ થાય છે. (૨૬૭) જ્ઞાનાવરણાદિ આઠ કર્મના ક્ષયથી સિદ્ધ થયેલા આત્માઓ કેવલજ્ઞાનાદિ આઠ ગુણ પ્રાપ્ત કરે છે અને તેઓ ઈત્યાગભારા નામની પૃથ્વી ઉપર લેકારને સ્પર્શને રહેલા છે. જ્ઞાનાવરણના ક્ષયથી અનંતકેવલજ્ઞાન, દર્શનાવરણના ક્ષયથી અનંતકેવલદર્શન, વેદનીયના ક્ષયથી અનંત સુખ, મોહનીયના ક્ષયથી ક્ષયિકસમ્યકત્વ–ક્ષાધિકચારિત્ર, આયુષ્યના ક્ષયથી અક્ષયસ્થિતિ, નામ-શેત્રના ક્ષયથી અમૂન–અનંત અવગાહના અને અંતરાયના ક્ષયથી અનંતવીર્ય આ આડ ગુણે તેમને પ્રાપ્ત થાય છે. (૨૬૮) કાગ્રથિક તે એક ભવમાં બન્ને શ્રેણિ (ક્ષપકશ્રેણિ અને ઉપશમશ્રેણિ) હોઈ શકે છે. સૈદ્ધાંતિક મતે એક ભવમાં બેમાંથી કોઈ પણ એક જ શ્રેણિ હોય છે. (૨૬૯) ક્ષપકશ્રેણિરૂપ સરેવરમાં કર્મમલને ધોઈ નાંખનાર શ્રી વીરભગવંત જય પામે. પરમગુરુ પૂ૦ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજયપ્રેમસૂરીજી મહારાજ તથા તેમના અંતેવાસી શિષ્યરત્ન પૂ. પં. ભાનુવિજયજી ગણિવર્ય પણ જય પામે. (૨૭૦) આ ગ્રંથમાં (૧) પૂ. પં. ભાનુવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન પૂછે મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી મ.ના શિષ્યરત્ન પૂ૦ મુનિરાજશ્રી જયઘોષવિજયજી મ૦, (૨) પૂપ૦ ભાનવિજયજી ગણિવર્યાના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી ધર્માનન્દવિજયજી મ., (૩) પૂ. પં. ભાનવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન સ્વર્ગગત પૂપં શ્રી પદ્મવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજી મ., (૪) તથા પૂ. પં. શ્રી ભાનુવિજયજી ગણિવર્યના શિષ્યરત્ન મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી. મહારાજના શિષ્ય મુનિ ગુણરત્નવિજયે કર્મ પ્રકૃતિ, સપ્તતિકા, કષાયપ્રાભૂત વગેરે પ્રાચીન ગ્રંથોમાંથી કર્મક્ષપણાના પદાર્થોનો સંગ્રેડ કર્યો છે. (ર૭૧) પદાર્થ સંગ્રહ કર્યા પછી પૂ૦ મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી મ.ના શિષ્ય ગુણરત્નવિજયે આ ખવરસેઢી(ક્ષપકશ્રેણિ)ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં છસ્થતાદિના કારણે થએલી અલનાએ બહુશ્રુત-ગીતાર્થો કૃપા કરી સુધારે એ જ એક પ્રાર્થના. નવસેઢી (ક્ષપકશ્રેણિ) મૂળ ગાથાઓને ગુજરાતીમાં ભાવાનુવાદ સમાપ્ત. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 783 784 785 786