________________
અવગસેઢી
[ગાથા ૧૪૪-૧૫ર ખ્યાતભાગપ્રમાણ સ્થાને જઈએ ત્યારે ફરી સમયપ્રબદ્ધ દ્વિગુણ થાય છે. આ રીતે આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દ્વિગુણવૃદ્ધિનાં સ્થાને જઈએ ત્યારે યવમધ્ય પ્રાપ્ત થાય છે. યવમધ્યની ઉપર અનંત રોપનિધાએ સમયપ્રબદ્ધો વિશેષહીન વિશેષહીન હોય છે. પરંપરે પનિધાએ આવલિકાના અસંખ્યાતમા ભાગે દ્વિગુણહીન દ્વિગુણહીન હોય છે.
(૧૪૪) જે સ્થિતિમાં સમયપ્રબદ્ધશેષક હોય તે સામાન્ય સ્થિતિ કહેવાય. જે સ્થિતિમાં સમયમબદ્ધશેષક ન હોય, તે અસામાન્ય સ્થિતિ કહેવાય. જઘન્યથી એક અસામાન્ય સ્થિતિ હોય એટલે કે આજુબાજુમાં સામાન્ય સ્થિતિ અને વચ્ચે એક અસામાન્ય સ્થિતિ. એ રીતે આજુબાજુ સામાન્ય સ્થિતિ અને વચ્ચે નિરંતર બે અસામાન્ય સ્થિતિઓ, નિરંતર ત્રણ અસામાન્ય સ્થિતિમાં હોય છે, એ પ્રમાણે એકત્તરવૃદ્ધિના ક્રમે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતભાગપ્રમાણ નિરંતર અસામાન્ય સ્થિતિઓ હોય છે.
(૧૪૫) એક એક અસામાન્ય સ્થિતિમાં સૌથી થેડી. તેના કરતાં નિરંતર બબ્બે અસામાન્ય સ્થિતિઓ વિશેષાધિક. તેના કરતાં નિરંતર ત્રણ ત્રણ અસામાન્ય સ્થિતિઓ વિશેષાધિક. આ રીતે વિશેષાધિક વિશેષાધિક હોય છે. આવલિકાના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સ્થાને જઈએ ત્યારે દ્વિગુણ થાય છે. આવાં દ્વિગુણવૃદ્ધિનાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થાને જઈએ ત્યારે યવમધ્ય પ્રાપ્ત થાય છે.
(૧૪૬) હવે અભવ્યપ્રાગ્ય વિષયક પ્રરૂપણું કરીએ છીએ-અભવ્ય પ્રાગ્ય પ્રરૂપણા એટલે ભવ્ય અને અભિવ્યને આશિરીને જે પ્રરૂપણા તુલ્ય હોય તેવી અક્ષક જીને આશરીને પ્રરૂપણ. ક્ષપકને આશરીને સમયપ્રબદ્ધો વગેરે જે જે બાબતમાં આવલિકાને અસંખ્યાતમો ભાગ કહ્યો છે તે તે બાબતમાં પોપમનો અસંખ્યાતમો ભાગ કહે. હવે અભવ્યપ્રાયોગ્ય નિલેપનસ્થાનાદિ બીજી વસ્તુઓ કહીશું કે જે ક્ષેપકને આશીરીને કહી નથી.
(૧૪૭) પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ નિલેપનસ્થાને છે. કેટલાકના મતે નિલે પનસ્થાને કર્મ અવસ્થાનકાળના બહુ અસંખ્યાતભાગપ્રમાણ હોય છે. તાત્પર્ય એ છે કે વિવક્ષિત સમયે બાંધેલું કર્મ ઘેડું થોડું સાંતર-નિરંતર ભોગવાતું શ્રેણિ સિવાયની અવસ્થામાં વહેલામાં વહેલું પાપમના અસંખ્યાતભાગહીન કર્મ અવસ્થાનકાળ પછી સર્વથા નિલેખિત-ખાલી થાય છે. ઉત્કૃષ્ટથી કર્મઅવસ્થાનકાળના ચરમસમયે નિલેપિત થાય છે. એટલે પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલા નિલેપનસ્થાન પ્રાપ્ત થાય છે, કેટલાકના મતે વિવક્ષિત સમયે જે કર્મ બંધાય તે વહેલામાં વહેલું પાપમના અસંખ્યાતમાં ભાગ સુધી થોડું થોડું સાંતર નિરંતર ભેગવાયા પછી સર્વથા નિલેંપિત થાય છે. તેથી તેમના મતે કર્મઅવસ્થાનકાળના ઘણું અસંખ્યાતભાગપ્રમાણુ નિલે પનસ્થાને પ્રાપ્ત થાય છે.
(૧૪૮-૧૪૯-૧૫૦) એક જીવની અપેક્ષાએ ભૂતકાળમાં જઘન્ય-નિલેપનસ્થાનમાં નિપિત સમયમબદ્ધોને પસાર થયેલે કાળ સૌથી ઓછો. તેના કરતાં બીજા નિર્લેપન
૧. તે તે કર્મની સ્થિતિ. ૨. સત્તામાંથી ખાલી થયેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org