Book Title: Khavag Sedhi
Author(s): Premsuri
Publisher: Bharatiya Prachyatattva Prakashan Samiti

Previous | Next

Page 782
________________ ગાથા ૨૩૩-૨૪૪] ભાવાનુવાદ કેટલાક આચાર્યો આ કરણને આવશ્યકકરણ, કેટલાક અવશ્યકરણ કેટલાક આવજિતકરણ અને કેટલાક આવાજીકરણ કહે છે. (૨૩૩) ત્યાર બાદ, જેમને વેદનીયાદિ કર્મોની સ્થિતિ આયુષ્ય કરતાં અધિક હોય તે આત્માઓ કેવલિસમુદ્દઘાત કરે છે. (૨૩૪-૨૩૫) કેવલિસ મુદ્દઘાત-૪ સમયમાં અનુક્રમે દંડ, કપાટ, પ્રતર અને લોકપૂરણ કરે છે. પ્રથમસમયે દંડ કરતી વખતે એક અસંખ્યાતભાગપ્રમાણુ જીવપ્રદેશને સ્વશરીરમાં રહેવા દઈ બાકીના બહુઅસંખ્યાતભાગપ્રમાણ જીવપ્રદેશને વિસ્તારે છે. અને ત્યારે સ્થિતિખંડ દ્વારા સ્થિતિસત્તાના ઘણા અસંખ્યાતભાને અને રસખંડ દ્વારા સસરાના ઘણા અનંત ભાગોને નાશ કરે છે. (૨૩૬) બીજા સમયે કપાટ કરતી વખતે, પહેલા સમયે બાકી રહેલા એક અસંખ્યાતમાભાગ પ્રમાણ પ્રદેશના અસંખ્યાતા ભાગે કરી, એક અસંખ્યાતમો ભાગ પિતાના શરીરમાં રાખી બાકીના બહુઅસંખ્યાતભાગપ્રમાણ આત્મપ્રદેશને વિસ્તારે છે. સ્થિતિઘાત અને રસઘાત પૂર્વની જેમ કરે છે. (૨૩૭) ત્રીજ સમયે પ્રતર કરતી વખતે, બીજા સમયે બાકી રહેલા પ્રદેશના અસંખ્યાતભાગે કરી એક અસંખ્યાતમા ભાગને સ્વશરીરમાં રાખી બાકી રહેલા બહુ અસંખ્યાતભાને વિસ્તરે છે. અહીં પણ સ્થિતિઘાત અને રસઘાત પૂર્વવત્ થાય છે. (૨૩૮) ચેથા સમયે લોકપૂરણ કરતો જીવ ત્રીજા સમયે બાકી રહેલા એક અસંખ્યાતમાં ભાગપ્રમાણુ સ્વપ્રદેશને વિસ્તારે છે, ત્યારે આત્માનો એક એક પ્રદેશ એક એક આકાશપ્રદેશ ઉપર હોય છે. અહીં સ્થિતિઘાત અને રસઘાત પૂર્વની જેમ થાય છે. (૨૩૯) લેકપુરણ વખતે વેદનીયાદિ કર્મોની સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે અને તે આયુષ્યની સ્થિતિસત્તા કરતાં સંખ્યાતગુણ હોય છે. ત્યાર બાદ પૂર્વોક્તકમથી ઊલટા કમે લેકપૂરણ વગેરેને સંહરી લે છે. (૨૪૦) પાંચમા સમયે પ્રતરમાં વર્તાતો આત્મા ઘણા સંખ્યાતભાગપ્રમાણ સ્થિતિને અને ઘણા અનંતભાગમમાણ રસને ઘાત કરે છે. | (૨૪૧) છઠ્ઠા સમયે કપાટમાં વતતે પૂર્વવત્ સ્થિતિ અને રસનો નાશ કરે છે. માત્ર અહીંથી સ્થિતિઘાતઅદ્ધા અને રસધાતઅદ્ધા અંતમુહૂર્ત પ્રમાણુ હોય છે. પહેલા પાંચ સમયમાં તે એક સામયિક હતો. (૨૪૨) સાતમા સમયે કપાટનું સંહરણ કરી દંડમાં વર્તે છે. આઠમા સમયે દંડનું સંહરણ કરી શરીરસ્થ જીવપ્રદેશોવાળ બને છે. (૨૪૩) સમુદ્રઘાત અવસ્થામાં ૧લા અને ૮મા સમયે દારિકાયયોગ, ૨જા, દટા અને ૭મા સમયે ઔદારિકમિશ્રકાર અને ૩જા, કથા તેમજ પમ સમયે કાર્મસુકાયયોગ હોય છે. સમુદ્દઘાત પછી ક્ષેપક ગનિષેધ કરે છે. (૨૪૪) વિવિધ યોગનો નિષેધ-સમુદ્દઘાત કરનાર સમુદ્દઘાતની સમાપ્તિ કરીને અને બીજા જે આજિકારણ કરીને અંતમુહૂર્ત પછી બાદરકાયયુગના બળથી અંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 780 781 782 783 784 785 786