Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૩૬૮
ખંભાતનાં જિનાલયો પ્રભાવની કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી. ૧૩૩૭ - ખંભાતના સંઘપતિ ભીમાશાહે સત્પાત્ર દાનનો લાભ લેવા ભારતના ચતુર્થ
વ્રત ધારીઓને એક રેશમ સાડી અને આસપાસ પાંચ પાંચ હીરાગર એમ છ વસ્ત્રો મોકલાવ્યાં. એ કપડાં કુલ ૭૦૦ સ્થાનોમાં પહોંચાડ્યાં હતાં. તેમાંની એક જોડી મંત્રી
પેથડને પણ મોકલી હતી. ૧૩૩૦ થી ૧૩૬૯ વચ્ચે - આ સિદ્ધિસૂરિએ બાવન જિનાલયવાળા વીરમંદિરમાં કળશદંડની
પ્રતિષ્ઠા કરી. ૧૩૭૧ - જાજા ગોત્રના છાહડ નામના શેઠે તીર્થ સંઘ કાઢડ્યો હતો તથા ખંભાતમાં
મહાવીરસ્વામીનો જિનપ્રસાદ બંધાવ્યો હતો. ૧૩૭૩ - આ સોમતિલકસૂરિનો સ્વર્ગવાસ (મંત્રી આલિગદેવના ઉપાશ્રયમાં). ૧૩૭૯ - જાજા ગોત્રના મોહણ શેઠે સિંહતિકસૂરિના ઉપદેશથી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી
હતી. ૧૩૯૫ - અંચલગચ્છના નવમા શ્રી સિંહતિલકસૂરિ નિર્વાણ પામ્યા. ' ૧૩૯૫(૯૮)- આ. મહેન્દ્રપ્રભસૂરિને ખંભાતમાં ગચ્છનાયકનું પદ પ્રાપ્ત થયું. ૧૪૦૪ - એક પ્રતિષ્ઠા થઈ. ૧૪૧૨ - વિનયપ્રભે ગૌતમસ્વામી રાસ રચ્યો. ૧૪૧૫ - ૧. જિનચંદ્રસૂરિએ સ્વર્ગ ગયા. ૨. જિનોદયસૂરિનો નંદી મહોત્સવ થયો.
૩. જ્ઞાનકલશે જિનોદયસૂરિ પટ્ટાભિષેક રાસની રચના કરી. ૧૪૨૦ - શ્રીમાલીછાંડા કુલના કાએ અચલગચ્છનાયક ગુરુ રાસ રચ્યો. આ રાસમાં
અંચલગચ્છના પ્રવર્તક આર્યરક્ષિતથી માંડીને ૬૦મા પટ્ટધર જયકેસરીસૂરિ સુધીના
ઇતિહાસની મહત્ત્વની સામગ્રી ભરી પડી છે. ૧૪૨૧ થી ૧૪૩૦ - પ્રતિવર્ષમાં એકાદ પ્રતિષ્ઠા થઈ છે. ૧૪૩૧ - “નિશીથસૂત્રમૂલ’ સ્તંભતીર્થના અવકેશવંશના સોનીએ તાડપત્ર પર લખાવ્યું. ૧૪૩૭ - શેઠ માલજી ઓશવાલે દેવસુંદરસૂરિના ઉપદેશથી ધર્મ સંગ્રહણી' ગ્રંથ લખાવ્યો. ૧૪૪૧ - સિંહાક અને ધનરાજે કાકા સિંહની આજ્ઞાથી ખંભાતમાં તમાલીમાં સ્તંભનપાર્શ્વનાથના
ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ દેવસુંદરસૂરિના પટ્ટધર આ. શ્રી જ્ઞાનસૂરિનો
સૂરિપદ મહોત્સવ થયો. ૧૪૪૨ - ૧. શેઠ આભૂના વંશજ સાલ્લા પલ્લીવાલે ભાદરવા સુદિ રને સોમવારે ખંભાતમાં
આ દેવસુંદરસૂરિના ઉપદેશથી તાડપત્ર ઉપર પંચાશક ટીકા લખાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476