Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
૪૨૪
ખંભાતનાં જિનાલયો માણેકચોક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બાવન જિનાલય (જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રતિષ્ઠાનો શિલાલેખ)
ૐ અહં નમઃ // ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | સ્વસ્તિ શ્રી પરમપૂજ્ય શાસન સમ્રાટ્ર સૂરિ ચક્ર ચક્રવર્તી તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી જગદ્ગુરુ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયોદયસૂરિ મહારાજના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તથા શાસન સમ્રાટ્રના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિ મ. તથા તેઓશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયકસ્તુર સૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી અને તેઓશ્રીની સૂચનાનુસાર શ્રી ખંભાત માણેકચોક મણે અખિલ માણેકચોક મહોલ્લાના શ્રી સંઘના વહીવટના પ્રાચીન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના જિનાલયની નજીકની જમીનમાંથી પ્રગટ થયેલ પરિકર સહિત પ્રાચીન બાવન ભવ્ય જિનબિંબોને પધરાવવા માટે આરસના પબાસનો તથા સુંદર છત્રીઓવાળી દેરીઓ સહિત મંડપને રમણીય અને વિશાળ બનાવરાવી તેઓશ્રીની પવિત્ર શુભ નિશ્રામાં શ્રીજીએ આપેલ શુભમુહૂર્તમાં પ. પૂ. આ. શ્રી વિજયકસ્તુર સૂરીશ્વરજીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયશોભદ્રસૂરિશ્વર મહારાજ તથા શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયામૃત સૂરશ્વરજીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી તથા પ. પૂ. શ્રી મહિમાપ્રભવિજયજી ગણિવર, પ. પૂ. શ્રી કુમુદચંદ્રવિજયજીગણિવર, પ. પૂ. શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ, વિ. ૪૭ મુનિરાજોના વિશાલ પરિવારના તથા પ. પૂ. સિદ્ધાંત મહોદધિ આ. શ્રી વિજય પ્રેમ સૂરીશ્વરજી મ. ના પટ્ટધર પ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ મહારાજના શિષ્ય પ. પં. શ્રી મુક્તિવિજયજી ગણિવરના સપરિવારના તથા શ્રી પાર્થચંદ્ર ગચ્છીય પ. પૂ. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પ. પૂ. મુનિરાજ શ્રી રામચંદ્રજી મહારાજના સપરિવારના સાંનિધ્યમાં અપૂર્વ સફલ વિધિ વિધાન પૂર્વક મહામહોત્સવના સમારંભ અને અભૂતપૂર્વ ઉલ્લાસ સાથે વિ. સં. ૨૦૨૨ મહા વદિ ૭ શુક્રવારે મહાન રવિયોગમાં શુભલગ્નમાં બાવન પ્રભુજીની પ્રતિષ્ઠાનો મહાન શુભ પ્રસંગ ઉજવવામાં આવેલ છે. આ. શ્રી ચિંતામણિજીના જિનાલયજીના પછવાડેનું સ્વ. છગનલાલ જેચંદભાઈવાળું મકાન જે ઝવેરી કેસવલાલ દલપતભાઈએ લીધેલ તે તેમના સ્મરણાર્થે તેમના સુપુત્રો તરફથી પ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પં. શ્રી ભાનુવિજયજી ગણિના શિષ્ય પં. શ્રી પદ્મવિજયજી ગણિના શિષ્ય મુનિ શ્રી હેમચંદ્રવિજયજી મહારાજના ઉપદેશથી માણેકચોક મહોલ્લાના શ્રી સંઘને સાધારણ ખાતામાં સં. ૨૦૨૧માં ભેટ આપેલ છે. શુભ ભવતુ ચર્તુવિધસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય
લિ. માણેકચોક મહોલ્લાનો સંઘ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476